Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

મહિલાએ ઘરની સફાઈ કરતા કચરાના ઢગલામાં ફેંકી દીધા 65 લાખના ઘરેણાં

રોજના 300 ટન કચરો આવતી જગ્યાએ મહિલાની બેગ શોધવા અધિકારીઓ લાગ્યા ધંધે ; જ્યોર્જીયાની ઘટના

 

નવી દિલ્હી :એક મહિલાએ ઘરની સફાઈ કરતા 65 લાખના ઘરેણાં કચરાના ઢગલામાં ફેંકી દીધા.જ્યારે વાતની જાણકારી મહિલાને થઈ તો તેના હોંશ ઉડી ગયા.મહિલાએ પોલીસને ફોન કર્યો. પરંતુ ત્યાર સુધીમાં સફાઈ કર્મચારીઓ કચરાના ઢગલાને કચરાપેટીમાં ફેંકી દીધો હતો.હવે જ્યાં મહિલાની ત્રણ વીંટી અને બ્રેસલેટ પડ્યા હતા ત્યાં 10 ટન કચરો અને ગંદકી હતી. સેનિટેશન ઓફિસરો મહિલાનું 65 લાખના ઘરેણાંથી ભરેલું કાળું બેગ કેવી રીતે બહાર કાઢવું તે મૂંઝવણ હતી. ઘટના અમેરિકાના જ્યોર્જિયાની છે. અમેરિકાના સફાઈ કર્મીઓએ વાતનો સ્વીકાર કર્યો. પાંચ એક્સપર્ટ લોકોની ટીમ બનાવાઈ. લોકો પાસે માત્ર એક સુરાગ હતો કે ઘરેણા કાળા રંગની બેગમાં છે.

  સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, જ્યાં રોજનો 300 ટન કચરો આવે છે તેની જગ્યા પર એક નાની બેગ શોધવું સરળ નહોતું. જોકે લેન્ડફિલ સ્ટાફે કોઈપણ રીતે 10 ટન કચરો અલગ કર્યો અને પછી 65 લાખના ઘરેણાંની મહાશોધ શરૂ કરી. છેવટે ત્રણ કલાકની લાંબી મહેનત બાદ સ્ટાફની નજર કાળા રંગની બેગ પર પડી તો તેઓ ખુશ થઈ ગયા. મહિલાએ બેગની ઓળખ કરી. પરંતુ લોકોને ડર હતો કે કચરાના ઢગલામાં ઘરેણા ખોવાઈ જાય. શ્વાસ રોકીને મહિલાએ બેગ ખોલી અને ચમત્કાર થયો. મહિલાને બેગમાં ઘરેણાં મળી ગયા.

  પોતાના ઘરેણાં પાછા મળ્યા બાદ મહિલાની ખુશીનો કોઈ પાર નહોતો. લેન્ડફિલના સોલિડ વેસ્ટ ડિરેક્ટર જોની વિકરે કહ્યું કે, લોગ બુક મેન્ટેઈન રાખવાના કારણે ઘરેણાં શોધવામાં સફળતા મળી. જો લેન્ડફિલમાં ટ્રકોથી લાવવામાં આવેલા કચરાનો હિસાબ રાખવામાં આવ્યો હોત તો નાની બેગને શોધવાનું શક્ય નહોતું. મહિલાએ સમગ્ર ટીમનો આભાર માન્યો.

(1:35 am IST)