Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

માઈક્રોસોફ્ટના શોધકોએ વિકસાવી ટેકનીક ;કરશે સચોટ ભાષાંતર

વોશિંગટન ;માઈક્રોસોફ્ટના શોધકોએ એક નવી ટેક્નિક વિકસિત કરી છે જેના મારફત સચોટ અને ગુણવતાસભર ભાષાંતર થઇ શકશે માઇક્રોસોફ્ટના શોધકોએ એક કૃત્રિમ બુદ્ધિમત્તા પ્રણાલી વિકસિત કરી છે, જે સમાચારોનું ચીનીભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ તેટલી ચોક્કસતા અને ગુણવત્તા સાથે કરી શકે છે જેવું વ્યક્તિ કરી શકે છે.
  શોધકોએ કહ્યું કે તેમની પ્રણાલીએ સમાચારોને માણસની જેમ ભાષાંતર કર્યું. તેને ઉદ્યોગ અને એકેડમિક ભાગીદારોના એક સમૂહે વિકસિત કરી છે.પરિણામને ચોકસ અને માનવ કાર્યની સમાન સુનિશ્ચિત કરવા માટે ટીમે બહારના દ્વિભાષી માનવ મૂલ્યાંકનકર્તાઓને કામ પર લગાવ્યાહતા  જેણે માઇક્રોસોફ્ટના પરિણામોને બે સ્વતંત્ર રૂપથી નિર્મિત હ્યૂમન રેફરન્સ ભાષાંતરોની તુલના કરી. 

   માઇક્રોસોફ્ટ સ્પીચ, પ્રાકૃતિક ભાષા અને મશીન પ્રયત્નોના એક ટેકનિકી ફેલો શુદોંગ હુઆંગે તેને આ દિશામાં સીમાચિન્હરૂપ ગણાવ્યુંહતું મશીની ભાષાંતરની એક સમસ્યા છે જેના પર શોધકર્તાઓએ દશકાઓ સુધી કામ કર્યું છે અને ઘણા સમયથી તે માનવામાં આવતું હતું કે માણસની જેમ આ કાર્ય ન કરી શકાય. પરંતુ માઇક્રોસોફ્ટ રિસર્ચ એશિયાના સહાયક મેનેજિંગ ડિરેક્ટર મિંગ ઝોઇએ જાહેર કર્યું કે આગળ ઘણી પડકારો છે જેમ કે, રિયલ ટાઇમ ન્યૂઝ સ્ટોરી પર સિસ્ટમની તપાસ કરવી વગેરે. 

  માઇક્રોસોફ્ટની આ સફળતાથી અન્ય ભાષાઓમાં ચોક્કસ ભાષાંતરનો માર્ગ ખુલશે. ઝોઉએ જણાવ્યું કે, શોધકર્તાઓએ પોતાના ભાષાંતરની ચોક્કસતાને યોગ્ય કરવા માટે બે નવી ટેકનિક વિકસિત કરી છે. તેમણે કહ્યું કે તેનો ઉપયોગ ભાષાંતર સિવાય કૃત્રિમ બુદ્ધિમત્તાના કાર્યોમાં કરવામાં આવશે. 

(12:30 am IST)