Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

એક્સિસ બેંક વોટ્સ એપથી પેમેન્ટની સુવિધા પુરી પાડશે

સામાન્ય લોકોને વધુ મોટી સુવિધા આપવા તૈયારી : પેમેન્ટ માટે વધારે વિકલ્પના કારણે લોકોને રાહત મળશે

નવી દિલ્હી,તા. ૧૫ : દેશની ટોપની બેંકોમાં સ્થાન ધરાવનાર એક્સિસ બેંક હવે વોટ્સએપ મારફતે પેમેન્ટની સુવિધા આપનાર છે. આના કારણે મોટી સંખ્યામાં લોકોનેે સીધો ફાયદો થનાર છે. પેમેન્ટ માટે જો વોટેસ એપનો વિકલ્પ રહે તો કામ વધારે સરળ અને સુવિધાજનક બની જશે. ખાનગી બેંક વોટ્સ એપ મારફતે આ સુવિધા આપવા માટેની તૈયારીમાં છે. એક્સિસ બેંકે કમર કસી લીધી છે. એક્સીસ બેંકે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને મોટી તક તરીકે ગણાવી છે. એક્સીસ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. એક્સીસ બેંકના કારોબારી નિર્દેશકે આની માહિતી આપતા કહ્યુ છે કે અમે નવી શોધના મામલે યુપીાઇ માર્કેટમાં સૌથી આગળ રહ્યા છીએ. યુપીઆઇ મોટા માર્કેટ તરીકે છે. આ અમારા કસ્ટરોને અન્ય બેંકોના કસ્ટમરોની તુલનામાં વધારે સારી સુવિધા આપનાર છે. બેંકના અધિકારીઓએ કહ્યુ છે કે અમે કસ્ટમરો માટે પેમેન્ટ સર્વિસ માટે માહોલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુગલ, વોટ્સએપ, ઉબર, ઓલા, સેંસસંગ પે જેવી કંપનીઓના સંપર્ક કરવામાં આવ્યા છે. આ સુવિધા ક્રાન્તિકારી સાબિત થનાર છે. આ સુવિધા શરૂ કરવાના સંબંધમાં તેમણે કહ્યુ હતુ કરે ઝડપથી તૈયારી ચાલી રહી છે. વહેલી તકે તેને શરૂ કરાશે. આ સર્વિસ ગુગલ તેજ પર સૌથી પહેલા ઉપલબ્ધ છે. હવે વોટ્સ એપ પર ઉપલબ્ધ બનશે.વોટ્સ અપ હાલમાં બીટા આવૃતિ ચલાવે છે. અંદાજ છે કે આગામી એક બે મહિનામાં પૂર્ણ એડિશન આવી જશે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાંથી બેંકની ૬૬ ટકા લેવડદેવડ હવે જિજિટલ માધ્યમથી થઇ રહી છે. 

(12:16 pm IST)