Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

રશિયાને અમેરિકાના પદભ્રષ્ટ વિદેશ મંત્રીની ચેતવણીઃ હેરાન પરેશાન કરવાના ધંધા બંધ કરજો

વોશિંગ્ટન તા. ૧૫ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દૂર કરવામાં આવેલ અમેરિકાના વિદેશ મંત્રી રેકસ ટીલર્સને એક અલગથી આપેલા નિવેદનમાં રશિયાને તેમના દ્વારા પરેશાન કરવાવાળા તેમના વ્યવહાર અને ગતિવિધિઓથી દૂર રહેવા ચેતવણી આપી છે.

બીબીસીના કહેવા મુજબ વિદેશ વિભાગના કક્ષમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટીલર્સને કહ્યું કે ચીન સાથે સારા સંબંધો માટે અને ઉત્ત્।ર કોરિયાના અણુ કાર્યક્રમો ઉપર અંકુશ લગાવવા માટે ઘણું સારું કામ કરવામાં આવ્યું છે.

જો કે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ વધુમાં કહેલ કે રશિયન સરકાર તરફથી હેરાન પરેશાન કરનારા તેમના વ્યવહાર અને હિલચાલોનો જવાબ દેવા માટે ઘણું બધું કરવાનું બાકી છે.

તેમણે એમ પણ કહ્યું કે રશિયાએ વિશ્વ સમુદાય અને પોતાના દેશના લોકોના હિતમાં પોતાની ગતિવિધિઓ માટેનું સાવધાનીથી આકલન કરવું જોઈએ. જો તેમનું આવું જ વલણ રહેશે તો તેમને અલગ થલગ કરી શકે છે અને એક એવી સ્થિતિ સર્જાશે જે કોઈના હિતમાં નહીં હોય.

 એકદમ નિરાશ અને પરેશાન નજર આવી રહેલા ટીલર્સને કહ્યું કે આવનારા દિવસોની સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા માટે તેમણે ટ્રમ્પ સાથે વાતચીત કરી છે. તેઓ પ્રમુખનો આભાર વ્યકત કરવા અથવા તો તેમની નીતિઓનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.(૨૧.૧૦)

(10:31 am IST)