Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

શહેરોમાં મોટરકાર ૭૦ કિ.મી. ઝડપે દોડાવી શકશોઃ સ્પીડબાંધણું

કાર્ગો કેરિયર્સ ૬૦ કિ.મી.ની ઝડપ સુધી ચલાવી શકાશેઃ ટુ વ્હીલર મેકસીમમ ૫૦ કિ.મી. સુધી દોડાવી શકાશેઃ કેન્દ્રનો આદેશઃ એકસપ્રેસ હાઇવે ઉપર મહત્તમ સ્પીડ ૧૨૦ કિ.મી.

નવી દિલ્હી તા. ૧૫ : કેન્દ્ર સરકારે પહેલી વખત શહેરોમાં ગાડી ચલાવવાની મહત્તમ સ્પીડ નક્કી કરી દીધી છે. કાર ચાલકો ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી શકશે જયારે કાર્ગો કેરિયર્સ ૬૦ કિ.મી.ની સ્પીડ પર શહેરમાં ગાડી ચલાવી શકશો. જ્યારે ટૂ-વ્હિલર્સ વધુમાં વધુ ૫૦ કિ.મી. ઝડપે ગાડી ચલાવી શકશે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજય સરકાર કે લોકલ ઓથોરિટી આ સ્પીડમાં ઘટાડો કરી શકે છે.

 

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ દેશમાં વિવિધ કેટેગરીના વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરી દીધી છે. જે રાજયમાં રાજય સરકાર કે લોકલ ઓથોરિટીએ વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ સેટ નહીં કરી હોય ત્યાં સેન્ટ્રલે નક્કી કરેલી આ લિમિટ લાગૂ પડશે.ઙ્ગતેમ છતાં અત્યારે મોટાભાગની લોકલ ઓથોરિટીએ શહેરમાં વાહનોની સ્પીડ ૪૦-૫૦ કિમી પ્રતિકલાકની સેટ કરેલી છે. સુત્રો મુજબ રિંગરોડ સહિતના અમુક રોડ પર મિનિસ્ટ્રીએ સ્પીડકેપ વધારે રાખી શકવા છૂટ આપી છે, રાજ્ય સરકારો ફેરફાર કરી શકશે.

એક અધિકારીએ જણાવ્યું કે, 'રાજય અને તેની એજન્સીઓને લિમિટ ઘટાડવાની સત્તા છે ત્યારે તેઓ કેન્દ્ર સરકારે નક્કી કરેલી સ્પીડ લિમિટ પર વાહનો ચલાવવાની મંજૂરી આપશે.' નિર્ણય મુજબ ટૂંક સમયમાં જ આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. મહત્ત્।મ સ્પીડથી ૫ ટકા ઉપર-નીચે સ્પીડ હશે તો પણ ડ્રાઇવર સામે કોઇ એકશન લેવામાં નહીં આવે.

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું કે, ૪ કેટેગરીના રોડ પર વાહનોની સ્પીડ લિમિટ નક્કી કરવા માટે પ્રપોઝલ મુકવામાં આવી છે. જોઇન્ટ સેક્રેટરી અભય દેઓલની આગેવાનીમાં મળેલી કમિટિએ એકસપ્રેસ વે અને હાઇવે પર બસની લિમિટ વધારે રાખવાનો નિર્ણય લીધો. એકસપ્રેસ વે પર ૧૨૦ કિ.મી.ની ઝડપે કાર ચલાવી શકશો.(૨૧.૮)

(10:28 am IST)