Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગૂગલ મેપ પર કાશ્મીરના 2 નકશા: ભારત માટે અલગ જ્યારે અન્ય દેશ માટે વિવાદીત સરહદ

આર્જેટિનાથી લઈ યૂનાઈટેડ કિંગડમ અને યુકેથી ઈરાન સુધી દુનિયાની સીમા અલગ અલગ દેખાઈ

નવી દિલ્હી : ગૂગલે પોતાની મેપ સર્વિસના માધ્યમથી દુનિયાભરના દેશોની સરહદોને નવી રીતે ડિઝાઈન કર્યા છે. વારંવાર આવતી ભૂલોને કારણે ગૂગલ મેપે આ વ્યવસ્થા અપનાવી છે. હવે તમે જે દેશમાં બેઠા હશો તે હિસાબે ગૂગલ તમને મેપ બતાવશે. જો તમે ભારતમાં બેસીને અને તેમા પણ ખાસ કરીને કાશ્મીરનો નકશો જોઈ રહ્યા છો, તો તમને સમગ્ર જમ્મુ કાશ્મીરનો નકશો દેખાશે, પણ જો તમે દુનિયા અન્ય કોઈ દેશમાંથી કાશ્મીર જોશો, તો તે વિવાદીત દેખાશે.

    એક રિપોર્ટમાં ગૂગલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગૂગલ પાસે આ વિવાદીત જગ્યાઓને બતાવવા માટે એક વૈશ્વિક નીતિ અપનાવી રહ્યું છે, કે અમે કોઈનો પણ પક્ષ લેતા નથી. અનેક જગ્યાઓ છે, જેને સ્થાનિક ડોમેન તરીકે ઉલ્લેખ કર્યો છે. ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું છે કે, અમે ગ્રાહકોને સૌથી સમૃદ્ધ, સૌથી અપડેટ અને સાચો મેપ ઉપલ્બધ કરાવવા માટે કટિબદ્ધ છીએ. અમે બોર્ડરને મળેલા ડેટા પ્રમાણે તેને અપડેટ કરીએ છીએ. જેના માટે અમે સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ.

આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આર્જેટિનાથી લઈ યૂનાઈટેડ કિંગડમ અને યુકેથી ઈરાન સુધી દુનિયાની સીમા અલગ અલગ દેખાઈ છે. એ તેના પર નિર્ભર કરે છે, કે તમે તેને ક્યાંથી જોઈ રહ્યા છો.

(9:49 pm IST)