Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

એનપીઆર પ્રશ્ને ભયને દૂર કરવા ભાજપની કવાયત શરૂ

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સાથે અધિકારીઓની બેઠક થઇ : બિનભાજપ શાસિત રાજ્યમાં જારી ઉગ્ર પ્રદર્શનને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકાર દ્વારા કવાયત : તમામ શંકાને દૂર કરાશે

નવીદિલ્હી, તા. ૧૫ : નેશનલ જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)માં સૂચિત ફેરફારના વિરોધમાં બિનભાજપ શાસિત રાજ્યોમાં થઇ રહેલા પ્રદર્શનને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે હવે વિશેષ કવાયત હાથ ધરી છે જેના ભાગરુપે ભય દૂર કરવા વસતી અધિકારીઓ જુદા જુદા રાજ્યોમાં પહોંચી રહ્યા છે. આના ભાગરુપે આજે અધિકારીઓ પંજાબ પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી અમરિન્દરસિંહને મળ્યા હતા. રજિસ્ટાર જનરલ ઓફ ઇન્ડિયા અને વસતી કમિશનર આવનાર દિવસોમાં કેટલાક અન્ય રાજ્યોમાં પણ જશે અને ત્યાંના મુખ્યમંત્રીઓને મળીને એનપીઆર પર તેમની આશંકાઓને દૂર કરવાના પ્રયાસ કરશે. સંદર્ભમાં આરજીઆઈ અને વસતી કમિનર વિવેક જોશીએ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સાથે મુલાકાત કરી હતી. વિવેક જોશીએ શુક્રવારના દિવસે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સાથે વાતચીત કરી હતી અને તેમને વિવિધ પાસાઓથી વાકેફ કર્યા હતા.

               બિન ભાજપ શાસિત રાજ્યોમાં થઇ રહેલા પ્રદર્શનને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર તરફથી કવાયત હાથ ધરવામાં આવી છે. અમરિન્દરસિંહને મળ્યા બાદ તેમને વસતી ગણતરી ૨૦૨૧ માટે હાઉસ લિસ્ટિંગ ફેસની માહિતી આપી હતી. મધ્યપ્રદેશ અને બંગાળમાં પણ જુદી જુદી ટીમ પહોંચનાર છે. વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન સૂચિત એનપીઆર અપડેશનની કામગીરી રૂ કરવામાં આવનાર છે. વિવેક જોશી ટૂંક સમયમાં એનપીઆરના વિરોધ કરનાર રાજ્યોમાં જશે અને રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરાશે. રાજસ્થાન, બંગાળ, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટીમો જશે. બિહાર અને ઓરિસ્સામાં પણ ટીમ પહોંચે તેવી શક્યતા છે. બંગાળ સરકારે એનપીઆરને પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો છે જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં માતા-પિતાની જન્મતારીખ અને જન્મસ્થળ સાથે જોડાયેલા પ્રશ્નોને દૂર કરવાની માંગ કરી છે.

(7:55 pm IST)