Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કેરળ ભાજપના વડા તરીકે કે. સુરેન્દ્રનની નિમણૂંક કરાઈ

૨૪૦થી વધુ એફઆઈઆર તેમની સામે છે : ભાજપના સંગઠનમાં મોટા ધરખમ ફેરફારનો દોર : બ્રાન્ડ હિન્દુત્વની છાપ ધરાવનાર કે. સુરેન્દ્રનને મોટી જવાબદારી

નવીદિલ્હી, તા. ૧૫ : ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ધરખમ ફેરફારોનો દોર ચાલી રહ્યો છે. આના ભાગરુપે કેન્દ્રીય અધ્યક્ષ પદ પર જેપી નડ્ડાની નિમણૂંક કરવામાં આવ્યા બાદ હવે ભાજપના રાજ્ય વડાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આજ ક્રમમાં ભાજપે હવે ૪૯ વર્ષીય આક્રમક નેતા કે સુરેન્દ્રનને કેરળમાં પાર્ટી વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ૨૪૦ એફઆઈઆર, રમખાણોના આરોપ, સબરીમાલાના પોસ્ટર બોય રહેલા કે સુરેન્દ્રનને કેરળ ભાજપના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી વધારે કેસ રમખાણ ભડકાવવા અને વાંધાજનક નિવેદનો આપવા સાથે સંબંધિત છે. ૪૯ વર્ષીય નેતાને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ આને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે.

       તેમની સામે ૨૪૦ કેસ રહેલા છે. સબરીમાલા વિવાદમાં પણ પોતાની ભૂમિકાને લઇને ચર્ચામાં રહ્યા હતા. ભાજપ દક્ષિણના રાજ્યોમાં પગ ફેલાવવાની તૈયારીમાં છે. કર્ણાટકમાં તેની સરકાર બની ચુકી છે. તમિળનાડુમાં તે અન્નાદ્રમુકના સાથી તરીકે છે. કેરળ એકમાત્ર એવા રાજ્ય તરીકે છે જ્યાં ભાજપ પ્રભાવમાં નથી. ભાજપના નેતા પણ માને છે કે, જો કેરળમાં પાર્ટી વધારે સારો દેખાવ કરી શકે છે તો તેના માટે મોટી સિદ્ધિ રહેશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોઇ ખાસ સફળતા કેરળમાં મળી હતી. આવી સ્થિતિમાં પાર્ટીએ એક એવા નેતાને રાજ્ય પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જેની ઇમેજ બ્રાન્ડ હિન્દુત્વ તરીકેની રહેલી છે. કે સુરેન્દ્રનના ઓફિશિયલ ફેસબુક પેજ પર રહેલા એક ફોટોમાં તેઓ નરેન્દ્ર મોદીની સાથે નજરે પડી રહ્યા છે. ફોટો એપ્રિલ ૨૦૦૧નો છે. વખતે નરેન્દ્ર મોદી ભાજપના મહાસચિવ તરીકે હતા. કેરળના ભાજપના એક કાર્યક્રમમાં કે સુરેન્દ્રને મોદીના અનુવાદક તરીકે કામ કર્યું હતું. ફોટાની સાથે સુરેન્દ્રને લખ્યું છે કે, કોઇએ પણ એવું વિચાર્યું હતું કે, વ્યક્તિ એટલે કે નરેન્દ્ર મોદી આગળ ચાલીને દેશના વડાપ્રધાન બનશે. બાબત ભાજપમાં શક્ય બને છે. ભારતીય જનતા પાર્ટીને પરિવારની મહિમા તરીકે નહીં બલ્કે કઠોર મહેનત માટે ઓળખવામાં આવે છે. કે સુરેન્દ્રન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પટનમટિટા સીટથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. કેરળના કોઝીકોડેના નિવાસી કે સુરેન્દ્રન સબરીમાલા વિવાદ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને ભાજપ અને તેની સાથેજોડાયેલા સંગઠન ખુલ્લીરીતે સપાટી ઉપર આવ્યા હતા. સુરેન્દ્રનને હવે વધુ મોટી જવાબદારી મળી છે.

(7:50 pm IST)