Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

૧૫ વર્ષમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા સાંસદોની સંખ્યા થઇ બમણી

સુપ્રીમે ગુનાહિત મામલા અંગેની જાણકારી આપવા કર્યો આદેશ : સૌથી વધારે ગુનાહિત સાંસદો જેડીયુના

નવી દિલ્હી તા. ૧૫ : સુપ્રીમ કોર્ટે બધા રાજકીય પક્ષોને લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી લડનારા બધા ઉમેદવારોની ગુનાહીત મામલા અંગેની જાણકારી આપવાનો આદેશ કર્યો છે. બધા પક્ષોએ આવા ઉમેદવારોની જાણકારી ૪૮ કલાકમાં આપી દેવાની છે. આ સિવાય એ પણ જણાવાનું રહે છે કે આ ઉમેદવારોને ચૂંટણીમાં કેમ ઉભા રાખવામાં આવ્યાં.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ઙ્ગદ્વારા કરવામાં આવેલા વિશ્લેષણથી ખબર પડી કે છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન ગુનાહિત આંકડા ધરાવતાં સાંસદોની સંખ્યામાં વધારો થયો છે.

જો કે ઘણા ઉમેદવારો વિરુદ્ઘ કરવામાં આવેલ ફરિયાદનું કારણ રાજકારણ પણ હોઇ શકે છે. ઉદાહરણ માટે ઉદયકુમાર SP એ કન્યાકુમારી બેઠક પરથી આપની ટીકિટ પર ૨૦૧૪માં લોકસભા ચૂંટણી લડી. તેમણે પોતાના એફિડેવિટમાં ૩૮૨ ગુનાહિત કેસ હોવાની જાહેરાત કરી હતી.

ઙ્ગસૌથી વધારે ગુનાહિત સાંસદોની વાત કરીએ તો જેડીયુ આ મામલે નંબર ૧ છે. ત્યાર બાદ શિવસેના અને કોંગ્રેસનો નંબર છે. જેડીયુના ૧૬માંથી ૧૩, શિવસેનાના ૧૮માંથી ૧૧, કોંગ્રેસના ૫૨માંથી ૩૦, ગ્લ્ભ્ ના ૧૦માંથી ૫, લેફટ ના ૬માંથી ૩, ડીએમકેના ૨૪માંથી ૧૧, વાઇએસઆરસીપી ૨૨માંથી ૧૦, ટીએમસીના ૨૨માંથી ૯, લ્ભ્ના ૫માંથી ૨, ભાજપના ૩૦૨માંથી ૧૧૭, ટીઆરએસના ૯માંથી ૩ સાંસદ કલંકિત (દાગી-ગુનાહિત) છે. પાંચ પાર્ટી એવી છે કે જેના અડધાથી પણ વધારે ઉમેદવારો કલંકિત છે. જેમાં કોંગ્રેસ, શિવસેના અને જેડી યુ સામેલ છે.ઙ્ગઆરજેડીના ૨૧માંથી ૧૮, જેડીયુના ૨૪માંથી ૧૪, લ્ભ્ ના ૪૯માંથી ૨૬, ળ્લ્ય્ઘ્ભ્ ના ૨૫માંથી ૧૩, ડીએમકેના ૨૪માંથી ૧૧, ભાજપના ૪૩૫ માંથી ૧૭૬, કોંગ્રેસના ૪૨૦માંથી ૧૬૫, લેફટના ૧૫૮માંથી ૬૨, શિવસેનાના ૯૭માંથી ૩૪, ટીએમસીના ૬૨માંથી ૨૦, ટીઆરએસના ૧૭માંથી ૫, ગ્લ્ભ્ના ૩૮૦માંથી ૮૫, એઆઇડીએમકેના ૨૨માંથી ૩ ઙ્ગઉમેદવાર કલંકિત હતા.

(4:13 pm IST)