Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વિવાદ સે વિશ્વાસઃ રૂ.૨ લાખ કરોડનો ટાર્ગેટ

નવી દિલ્હી તા.૧૫: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં ધનવાન લોકો પણ આવકવેરો ભરવામાં પાછળ છે તેવી કરેલી ટીકાના ૪૮ કલાકમાં જ આવકવેરા વિભાગે હવે ટાર્ગેટ વધારવા કમ્મર કસી છે અને હાલ જાહેર કરાયેલી વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ રૂ.૨ લાખ કરોડની વસુલાત થશે તેવો અંદાજ મુકયો છે.

જો કે આ અંગેનો ખરડો હજુ મંજુર થવાનો બાકી છે પરંતુ તે ૩૧ માર્ચે આ યોજના પુરી થાય તે પુર્વે આવકવેરા વિભાગે વિવિધ સ્તરે પેન્ડીંગ રહેલી વસુલાતના કેસ અલગ પાડવાનું શરુ કરી દીધુ છે અને તે કેસને આ સ્કીમમાં લઈને જે પેન્ડીંગ વેરા વસુલાત છે તે કરવા પ્રયાસ કરાશે. અત્યારે કુલ ૪.૮૩ લાખ કેસ એવા છે કે જેમાં સીધા કરવેરાની વસુલાત બાકી છે.

આવકવેરા વિભાગને ચાલુ વર્ષે રૂ.૧.૨૫ લાખ કરોડની વેરા વસુલાતની ખાધ પડશે તેવો ભય છે અને તેથી હવે આ નવી સ્કીમ હેઠળ જવા નકકી કર્યું છે.

(3:41 pm IST)