Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જાહેરઃ ગુજરાતનો વારો કયારે?

મહારાષ્ટ્રમાં ફરી ચન્દ્રકાંત દાદા પાટીલ અને મધ્યપ્રદેશમાં સાંસદ વિષ્ણુદત્ત શર્માને તક

નવી દિલ્લી તા.૧૫: ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કયારે કરાશે તેવુ કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યુ છે.

 આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ભાજપનાં  ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા મહારાષ્ટ્રનાં પ્રમુખ તરીકે ફરી ચન્દ્રકાંત દાદા પાટીલ અને મધ્યપ્રદેશમાં ખજુરાહો બેઠકનાં સાંંસદ વિષ્ણુદત્ત શર્માની અધ્યક્ષ તરીક નિમણુંક કરવામાં આવી છે.

આ બન્ને રાજયોમાં પ્રદેશ અધ્યક્ષની નિમણુંકો થતા ગુજરાતનો વારો કયારે એવુ ભાજપનાં કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યુ છે.

(3:40 pm IST)
  • પુલવામાં શહીદોની શહાદતને દિવસે કર્ણાટકના હુબલીમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા : કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા ત્રણે સ્ટુડન્ટ્સે નારા લગાવતા લોકોએ ધોકાવ્યા : પોલીસે ધરપકડ કરી access_time 7:13 pm IST

  • બિગ બોસ -13નો વિનર બન્યો સિદ્ધાર્થ શુકલા : શો ના બીજા ફાઇનાલિસ્ટ અસીમ રિયાઝને મ્હાત આપીને સિદ્ધાર્થ શુકલાએ હાંસલ કરી ટ્રોફી :ટોપ-3માં સિદ્ધાર્થ શુકલા,અસીમ રિયાઝ અને શહનાઝ ગિલ પહોંચ્યા હતા : આ સીઝનની શરૂઆતથી જ સિદ્ધાર્થ મજબૂત સ્પર્ધક હતો access_time 1:09 am IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST