Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

એરટેલ રૂ.૧૦ હજાર કરોડ ૨૦મી ફેબ્રુ.સુધી ભરવા તૈયાર

એરટેલ પર સરકારના ટોટલ ૩૫,૫૮૬ કરોડ લેણાં નીકળે છે

નવી દિલ્હી, તા.૧૫: ગઈકાલે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને જોરદાર ફટકાર લગાવીને બાકીની રકમો તાત્કાલીક ભરી દેવા માટે આદેશ કર્યેા હતો અને ત્યારબાદ કેન્દ્ર સરકારે ૨૪ કલાકની અંદર બાકીની રકમો ભરી દેવાની નોટિસ આપી હતી અને આ બધા આદેશોથી ફફડી ગયેલી ટેલિકોમ કંપનીઓ હવે નરમ પડી છે.

ભારતી એરટેલે એવી પેશકશ કરી છે કે, ૨૦મી ફેબ્રુઆરી સુધી તે રૂ.૧૦ હજાર કરોડ બાકી રકમની ચૂકવણી કરવા તૈયાર છે. સુપ્રીમમાં આ કેસમાં હવે પછીની સુનાવણી પહેલાં જ એરટેલ આ બાકી રકમ ભરી દેવા માગે છે. કેન્દ્રના સંદેશા વ્યવહાર મંત્રાલયને પત્ર પાઠવીને એરટેલ દ્રારા આ ઓફર કરવામાં આવી છે. આમ જોઈએ તો એરટેલ પર સરકારના ૩૫,૫૮૬ કરોડ રૂપિયા લેણાં નીકળે છે અને તેમાંથી ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં એરટેલ રૂ.૧૦ હજાર કરોડ ભરવા માગે છે. અન્ય ટેલિકોમ કંપનીઓને પણ જેમ બને તેમ જલ્દી બાકીની રકમ સરકારને ભરી દેવી પડશે નહીંતર એમની સામે કઠોરમાં કઠોર પગલાં લેવાય શકે છે. ટોટલ ૧.૪૭ કરોડ રૂપિયા ટેલિકોમ કંપનીઓ પાસેથી લેણાં નીકળી રહ્યા છે અને તે માટેની ઉદ્યરાણી હવે અંતિમ તબકકામાં પહોંચી ગઈ છે.

(3:26 pm IST)