Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ટેકસ દરમાં રાહતની શકયતા

૧૪ માર્ચે યોજાશે GST કાઉન્સિલની બેઠક

નવી દિલ્હી, તા.૧૫: બજેટમાં ઇન્કમ ટેકસમાં સામાન્ય જનતાને રાહત બાદ હવે જીએસટીમાં પણ મોટી રાહત મળી શકે છે. GST કાઉન્સિલની આગામી બેઠક હવે ૧૪ માર્ચનાં રોજ દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં જીએસટી રેટ અને સ્લેબની સમીક્ષા કરવા આવશે. જીએસટી વસૂલીના ઉપાયોની શોધ માટે તેની સમીક્ષા કરવામાં આવનાર છે. સૂત્રો અનુસાર, સરકાર વર્તમાન ૯ દરોને બદલે GSTમાં ફકત ૩ દર રાખવા માંગે છે. એવામાં કુલ ત્રણ સ્લેબ ૮ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા પર સહમતિ બનાવવા પર દબાણ થશે. જો કે, આ કવાયતમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવશે ક ફેરફારથી ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોંદ્યી ન થાય.

માનવામાં આવી રહ્યું છે કે સરકાર મોટાભાગની વસ્તુઓના દરને ન્યુટ્રલ કરતા થોડા વધુ રાખવાની તરફેણમાં છે. ખાદ્ય ફુગાવાના મામલે સરકાર વિશેષ વ્યૂહરચના અપનાવી શકે છે. ખોરાક અને આવશ્યક વસ્તુઓ માટે નવો સ્લેબ બનાવવાનું પણ વિચારી શકે છે.૧ જુલાઈ ૨૦૧૭થી દેશમાં જીએસટી લાગુ થયા પછી બધા પરોક્ષ કર (વેટ, સર્વિસ ટેકસ વગેરે)નો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીએસટીની લાગુ થયા બાદ જીએસટીના દરમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં જીએસટી હેઠળના ચાર સ્લેબ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા છે. આ હોવા છતાં, દ્યણા ઉત્પાદનો પર જીએસટી લાગુ નથી. આ સાથે આવા પાંચ ઉત્પાદનો પણ છે જેના પર જીએસટી સહિત સેસ પણ લાગુ પડે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગની વસ્તુઓનો દર ૧૮્રુના સ્લેબમાં જઈ શકે છે. તમામ નીચલા સ્લેબને જોડીને માત્ર એક જ ૮% સ્લેબ બનાવવાનું વિચારતા, લકઝરી અને ડી-મેરિટ માલ માટે મહત્તમ ૨૮% જાળવી રાખવામાં આવશે. જીએસટી પરની એક સમિતિએ સરકારને ફકત બે સ્લેબ રાખવાની ભલામણ કરી છે, જેમાં ૧૦ અને ૨૦ ટકા સ્લેબ છે.

(3:25 pm IST)