Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ઉદ્ઘવ ઠાકરેએ NPR શરૂ કરવા આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP-શિવસેના ગઠબંધનમાં ફરીથી મતભેદ! : શરદ પવારે પણ આ અંગે આપ‌તિ દર્શાવી છે

મુંબઈ, તા.૧૫: મહારાષ્ટ્રમાં સત્ત્।ાધારી ગઠબંધન મહાવિકાસ આઘાડીનાં ભાગીદારો શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વિવાદ વધતો દેખાઇ રહ્યો છે. મુખ્યમંત્રી તથા શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ અલ્ગાર પરિષદ મામલામાં યૂ ટર્ન લીધા બાદ હવે એનસીપી અને કોંગ્રેસની આપત્ત્િ।ઓને બાજુમાં મુકીને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર પર (NPR) આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોઅ જણાવ્યું કે, 'મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે રાજયમાં ૧ મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે. જયારે કોંગ્રેસ અને એનસીપી આ આખા મામલાનો જાહેરમાં વિરોધ કરે છે.'

કોંગ્રેસ જયાં એનપીઆરને એનઆરસીનો ચહેરો બનાવી રહી છે, ત્યારે એનસીપીએ પણ આ અંગે જાહેરમાં પોતાનાં વાંધા નોંધાયા છે.

(3:24 pm IST)