Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ભારત - પોર્ટુગલ વચ્ચે મેરીટાઇમ હેરિટેજ (લોથલ) વિકાસના કરાર

રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડે સાથે મનસુખ માંડવિયાની મુલાકાત

રાજકોટ : પોર્ટુગલના રાષ્ટ્રપતિ શ્રી માર્સેલો રેબેલો ડે સોસા હાલ ચાર દિવસની ભારતની મુલાકાતે છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, પોર્ટુગલના રાષ્ટ્રપતિની હાજરીમાં પોર્ટુગલના રક્ષામંત્રી અને વહાણવટા મંત્રાલયના રાજયમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતીમાં કરાર થયા. જેમાં પોર્ટુગલનાં સહયોગથી વિશ્વકક્ષાનું અને ભારતનું સૌ પ્રથમ 'નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પ્લેક્ષ' લોથલ (અમદાવાદ)  ગુજરાતમાં વિકસાવાશે.આ કરાર અંતર્ગત 'નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પ્લેક્ષ' (NMHC) દ્વારા ભારતના ઐતિહાસિક દરિયાઈ પુરાતત્વનાં ખજાનાને દર્શાવવામાં આવશે. આ કોમ્પ્લેક્ષમાં પ્રાચીન આધુનિક દરિયાઈ ટેકનોલોજી અને પુરાવાઓ દર્શાવાશે. આ હેરીટેજ કોમ્પ્લેક્ષ સામાન્ય પ્રજાજનોને ભારતીય દરિયાઈ ઇતિહાસથી માહિતગાર કરશે.

(3:23 pm IST)