Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

" સંકારા આઇ ફાઉન્ડેશન " : 22 વર્ષ પહેલા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં શરૂ કરાયેલ નોનપ્રોફિટ ફાઉન્ડેશનની સિધ્ધી : 30 જાન્યુઆરીના રોજ ભારતના ઇન્દોરમાં 10 મી આંખની હોસ્પિટલ ખુલ્લી મૂકી

ઇન્દોર : ભારતમાંથી અંધાપો દૂર કરી દર્દીઓને નવી દ્રષ્ટિ આપવાના હેતુથી આજથી 22 વર્ષ પહેલા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં શરૂ કરાયેલ નોનપ્રોફિટ સંકારા આઇ ફાઉન્ડેશનએ ઇન્ડિયન અમેરિકન દાતાઓના સહયોગથી મળેલા ડૉનેશનમાંથી ભારતના ઇન્દોરમાં 30 જાન્યુઆરીના રોજ  આંખની હોસ્પિટલ ખુલ્લી મુકવાની સિધ્ધી મેળવી છે. જે અત્યાર સુધીની ભારતમાં ખુલ્લી મુકાયેલી 10 મી હોસ્પિટલ છે. હજુ આગામી દિવસોમાં જુદા જુદા 3 શહેરોમાં હોસ્પિટલ ખુલ્લી મુકવાનું આયોજન છે.
225 બેડની આ હોસ્પિટલમાં આંખોની સારવારનો આજુબાજુના 150 કિલોમીટર જેટલા વિસ્તારમાં વસતા લોકો લાભ મેળવશે જેનાથી 7 લાખ જેટલા દર્દીઓ નવી દ્રષ્ટિ મેળવી શકશે
હોસ્પિટલના ઉદઘાટન સમયે પ્રથમ દિવસે જ 100 જેટલા દર્દીઓ ઉમટી પડ્યા હતા ઉપરાંત આ તકે ધારાસભ્યો ,સાંસદો,સ્થાનિક આગેવાનો ,તેમજ સંકારા આઇ ફાઉન્ડેશનના હોદેદારો સહીત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

(1:29 pm IST)