Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સાઇકોલોજીસ્ટનો અનેક મહિલાઓ ઉપર રેપ

૧૯ વર્ષની યુવતી પરના બળાત્કારના કેસમાં પકડાયેલા : ડોકટર ચેકઅપના બહાને બળાત્કાર કરતો હતો અને તેમનો વિડીયો ઉતારતો હતો જે પછીથી ઘરે બેસીને જોયા બાદ ડીલીટ કરી દેતો હતો

મુંબઇ, તા., ૧પઃ અનેક એવોર્ડનો વિજેતા બની બેઠેલા મનોચિકિત્સક અને મેરેજ કાઉન્સીલર ડો. સંજોય મુખરજીની પુછપરછ કરતા તેમજ તેના ઘરની તલાશી લેતા પોલીસને તેના ઘરમાંથી ચાર પેનડ્રાઇવ, બેથી ત્રણ મોબાઇલ અને લેપટોપ મળ્યું હતું. ૧૯ વર્ષની યુવતી ઉપરાંત તેણે ૧૯ થી માંડીને પ૦ વર્ષની વયની અનેક મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. પરંતુ બદનામીના ડરથી કોઇ આગળ આવતું નહોતું.

પોલીસ તપાસમાં મુખરજીએ કબુલ્યું હતું કે તે મોટા ભાગે તેના મિત્રની પત્નીઓ કે વર્ષો પહેલા મૃત્યુ પામેલી તેની પત્નીની મિત્ર પર ચેકઅપના બહાને બળાત્કાર કરતો હતો અને તેમનો વિડીયો ઉતારતો હતો. જે પછીથી ઘરે બેસીને જોયા બાદ ડીલીટ કરી દેતો હતો. ૧૯ વર્ષની પેશન્ટને બાદ કરતા તેના બળાત્કારનો ભોગ બનનારી તમામ મહિલાઓએ સમાજમાં આબરૂ જવાના ભયે મૌન સેવ્યું હતું.

૧૯ વર્ષની વયની પેશન્ટના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યા બાદ દસમી ફેબ્રુઆરીએ મુખરજીની ધરપકડ કરવામાં આવી હતી. મુખરજી બોરીવલીમાં માગથાણેમાં તેના ઘરમાં કિલીનીક ચલાવતો હતો.

મુંબઇમાં જન્મ અને ઉછેર પામનાર મુરજીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજયુએશન કર્યુ હતું તથા આંધ્રપ્રદેશના ચિતુરમાંથી માનસ શાસ્ત્રના સલાહકાર તરીકેનો ડીપ્લોમાં મેળવ્યો હતો. પોલીસ તેની ડીગ્રી અને ડીપ્લોમાની વૈદ્યતા ચકાસી રહી છે.

સુજોય મુખરજીની ૧૯ વર્ષની પેશન્ટે તેના કલીનીક પર જવાની ના પાડીને મહિલા કાઉન્સલેલરને બતાવવાની જીદ કરતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. મુખરજીએ જુલાઇ ૨૦૧૮માં ૧૯ વર્ષની તેની આ પેશન્ટ પર બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ સપ્ટેમ્બર અને ઓકટોબર દરમ્યાન તેના પર ત્રણ વખત બળાત્કાર કર્યો હતો. જેમાંથી અંતિમ વખત તેને અકુદરતી સેકસ માટે ફરજ પાડી હતી.

(12:53 pm IST)