Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ટ્રમ્પની મુલાકાત પહેલા શિવસેનાએ યાદ દેવડાવ્યું :ટ્રમ્પએ ભારતને વિકાસશીલ દેશની યાદીમાંથી બહાર કાઢી મુક્યું 'તું

ભારતના તમામ વૈશ્વિક વ્યાપારિયોને આનું દુષ પરિણામ ભોગવવું પડશે.

મુંબઈ : ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસ પર શિવસેનાએ સામનામાં નિશાન સાધતા લખ્યું છે કે ટ્રમ્પ માટે જાજમ પાથરવામાં આવી છે અને તેમણે જ ભારત -અમેરિકાનાં બિઝનેસને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવવાના છે. આ પહેલા જ તેમણે ભારતને વિકાસશીલ દેશની યાદીમાંથી બહાર કાઢી નાંખતા શિવસેનાએ તેની સમીક્ષા કરતાં કહ્યું હતું

  શિવસેનાએ લખ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મનમોજી સ્વભાવ માટે ઘણીવાર ચર્ચામાં રહ્યાં છે. ભારતના પ્રવાસ પહેલા તેણે અમેરિકાના વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું.

  ટ્રમ્પના આ નિર્ણયને લઈને શિવસેનાએ સામનામાં લખ્યું છે કે વિશ્વ વ્યાપાર સંગઠનના ખભે બંદુક રાખી અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ સમિતિ (યૂએસટીઆર)એ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ અલગ કરી નાંખ્યું છે. આ ભારત માટે મોટો આર્થિક ઝટકો કહી શકાય.

   સામનામાં લખ્યું છે કે વિકાસશીલ દેશ હોવાને કારણે ભારતને આજ સુધી પોતાના ઉત્પાદનો અને નિકાસ માટે અમેરિકા તરફથી ટેક્સમાં મોટી છુટ મળતી હતી. ભારતનાં અમેરિકા સાથેનાં વ્યાપારને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાથી ટેક્સમાં સબ્સિડી મળતા દરવાજા બંધ થવાના કારણે ઘણી વસ્તુઓના નિકાસ માટે ભારતને મોટો ખર્ચ વેઠવો પડશે. ફક્ત અમેરિકા જ નહીં પણ ભારતના તમામ વૈશ્વિક વ્યાપારિયોને આનું દુષ પરિણામ ભોગવવું પડશે.

(12:10 pm IST)