Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

હવે એક કલીક પર નીપટશે વીમાના દાવાઓ

હેલ્થ ઇન્સ્યુરન્સ કલેઇમ સેટલમેન્ટ માટે એક કોમન પોર્ટલ લાવવાની તૈયારી

કોલકત્તા તા. ૧૫ : સ્વાસ્થ્ય વીમાના દાવાને એક જ કલીક પર નીપટાવાનું કામ ઉપલબ્ધ હશે. ભારતીય વીમા નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણ આ પ્રક્રિયા માટે કોમન પોર્ટલ બનાવવાનો પ્રસ્તાવ કરી રહ્યા છે. ઉદ્યોગ સંગઠન એસોચૈમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આઇઆરડીએઆઇના સભ્ય ટી.એલ. અલામેલુએ કહ્યું કે, નિયામક ઇચ્છે છે કે સ્વાસ્થ્ય વીમા સાથે જોડાયેલા દરેક હિત ધારકો - વીમાકર્તા, બીમિત વ્યકિતની સાથે સાથે હોસ્પિટલોને એક સાથે લાવવામાં આવે અને એક માનકીકૃત અને સમયબધ્ધ દાવો નિપટાવાની પ્રક્રિયા બનાવામાં આવે.  વીમા નિયામકે મુદ્દા પર વિચાર કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે અને આ મંચને ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેટિકસ બ્યુરો દ્વારા વિકસીત કરવામાં આવશે.

અલામેલુએ કહ્યું, તેનાથી સ્વાસ્થ્ય વીમાના દાવાના નિપટાવાના ટીમના માધ્યમથી કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે દાવાને નિપટવા માટે અંદાજે એક મહિનાનો સમય લાગે છે. બંને જ પ્રક્રિયાના તેમના ગુણ - દોષ છે. ઉદાહરણ માટે કેશલેસ નિપટાવામાં ટીપીએનું હોસ્પિટલોની સાથે ગઠબંધન કરે છે. જેનાથી નીપટવાની પ્રક્રિયા સરળ હોય છે.

ઇન-હાઉસ નિપટવાના દાવાને નિપટવામાં ઓછો સમય લાગે છે. કારણ કે તેમાં વીમાકર્તા અને વીમો કરાવનાર વ્યકિત વચ્ચે સીધી વાતચીત હોય છે.

અલામેલુએ કહ્યું કે, કોમન પોર્ટલ દ્વારા કેશલેસ અને પ્રતિપૂર્તિ બંનેને નીપટાવી શકાશે તેઓએ કહ્યું, આ પ્રકારના મંચને ગઠીત કરવાનો હેતુ દરેક હિતધારકો - વીમાકર્તા, વીમો કરનાર વ્યકિત અને હોસ્પિટલોને એકસાથે લાવવાનો છે.

(11:27 am IST)