Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

એપ્રિલમાં પૂર્ણ થશે ૨૧ સભ્યોનો કાર્યકાળ

રાજ્યસભામાં ઉમેદવારી માટે કોંગ્રેસના નેતાઓ વચ્ચે હોડ શરૂ

નવી દિલ્હી તા. ૧૫ : રાજ્યસભાના ૫૧ સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થશે તેની સાથે જ ઉપલા સદનમાં જવા માટે કોંગ્રેસ નેતાઓમાં હોડ શરૂ થઇ ગઇ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સત્તાના કારણે ચાર રાજ્યોમાં રાષ્ટ્રીયથી માંડીને રાજ્યસ્તરના નેતાઓએ લોબિંગ શરૂ કરી દીધી છે.

બીજીબાજુ લોકસભા ચૂંટણી હાર્યા બાદ જ દિગ્ગજ પણ રાજ્યસભામાં જવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પાંચ રાજ્યોમાં કોંગ્રેસને સત્તા લાવવામાં ભૂમિકા નિભાવનારા પ્રદેશ પ્રભારી પણ પુરસ્કૃત હોવાના સપના સમજાવ્યા છે. એવામાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી સરળ રહેશે નહિ. ચાર રાજ્યોની અંદાજે ૭ સીટો પર કોંગ્રેસની જીત પાકી છે. પક્ષ સારા વકતાઓ અને મુદ્દા પર પકડ રાખનારા નેતાઓને રાજ્યસભા મોકલીને સરકારને ઘેરવાની રણનીતિ પર કામ કરી રહી છે.

કોંગ્રેસ મહાસચિવ તેમજ યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની અટકળો પણ તેજ છે. સૂત્રોના કહ્યા મુજબ પક્ષના અનેક નેતાઓનું માનવું છે કે તેનું રાજ્યસભામાં જવાથી કોંગ્રેસના આક્રમણને ધાર મળશે.

(11:27 am IST)