Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

૨૩ જૂનથી શરૂ થશે પવિત્ર અમરનાથ યાત્રાઃ પહેલી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે

શ્રદ્ઘાળુઓ માટે ખુશખબર! પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરાઇ : પવિત્ર અમરનાથ યાત્રા ૪૨ દિવસ સુધી ચાલશે

નવી દિલ્હી, તા.૧૫: પવિત્ર અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ યાત્રાની શરુઆત ૨૩ જૂનથી થશે અને ત્રણ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા ૪૨ દિવસ સુધી ચાલશે.

ગત અમરનાથ યાત્રા ૪૬ દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન મહત્વનો મુદ્દો એ છે કે જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો હટાવી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી આ પહેલી અમરનાથ યાત્રા છે. આ પહેલા કાશ્મીર મુદ્દે સમસ્યા વધતા કેટલાક સમય માટે યાત્રા પર અસર પડી હતી. શ્રદ્ઘાળુઓની સુરક્ષાને લઇને જાગરુકતા કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવશે. 

આગામી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પહેલી એપ્રિલથી શરુ કરવામાં આવશે. બોર્ડે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો કવોટા વધારવાનો નિર્ણય પણ લીધો છે. આ પાયલટ પ્રોજેકટની શરુઆત ૨૦૧૯જ્રાક્નત્ન કરવામાં આવી હતી અને તેની સફળતાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો છે.

(11:26 am IST)