Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

છેલ્લી તારીખ ૩૧ માર્ચ આધારથી લિંક નહીં કરાવો તો પાનકાર્ડ થઈ જશે 'નકામું'

નવી દિલ્હી, તા.૧૫: ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે જો ૩૧ માર્ચ સુધીમાં પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવો તો પાનકાર્ડ ઈન ઓપરેટિવ થઈ જશે. પાન-આધાર લિંક કરવાની તારીખ અનેક વખત વધારવામાં આવી ચૂકી છે અને વર્તમાનમાં તેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૦ છે.

૨૭ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૩૦.૭૫ કરોડ પાનકાર્ડને આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે. ૧૭.૮૫ કરોડ પાનકાર્ડ હજુ પણ આધાર સાથે લિંક કરાવના બાકી છે. સબીડીટી તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈનું પાનકાર્ડ ઈન-ઓપરેટિવ થઈ જાય છે તો તેમને પાનકાર્ડ વગર જે મુશ્કેલી થાય તેવી થઈ શકે છે. ૩૧ માર્ચ પછી પાનને આધાર સાથે લિંક કરવામાં આવશે તે દિવસથી જ ઓપરેટિવ માનવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૮માં આધારને કાયદાકિય માન્યતા આપી, સાથે એવું પણ કહ્યું કે પાનકાર્ડ અલોટમેન્ટ માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. આધારને UIDAI જાહેર કરે છે. પાનકાર્ડમાં ૧૦ ડિઝિટ વાળો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે જેને ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ જાહેર કરે છે.

(11:21 am IST)