Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

CAA-NRC વિરૂધ્ધ ચેન્નાઇમાં વિરોધ પ્રદર્શનઃ પોલીસનો લાઠીચાર્જ

પથ્થરમારો થતાં અનેક પોલીસ ઘવાયા

ચેન્નાઇ,તા.૧૫: નાગરિકતા સંશોધન કાનુન (સીએએ) અને એનઆરસી વિરૂધ્ધ દેશભરમાં દેખાવો થઇ રહ્યા છે.આ દરમ્યાન ચેન્નાઇમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝડપ થઇ હતી. જે પછી પોલીસે દેખાવકારો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે દેખાવકારોએ પથ્થરમારો કરતા એક મહિલા જોઇન્ટ કમીશ્નર સહિત ૪ પોલીસને ઇજા થઇ છે.

ચેન્નાઇના મિંટ મેટ્રો સ્ટેશન પાસે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસે વાશરમેન પેટ વિસ્તારમાં વિરોધીઅલને પાદેડવાનો પ્રયાસ કરતાનં તેઓમાં પથ્થરમારો કર્યો હતોે જે પછી પોલીસે બળ પ્રયોગ કર્યો હતો.

(11:19 am IST)