Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

૫૦ વર્ષ સુધી કરશે સંચાલન

અદાણી ગૃપને મળી અમદાવાદ લખનૌ-મેંગ્લોર એરપોર્ટની જવાબદારી

નવી દિલ્હી, તા.૧૫: લખનૌઉની સાથે સાથે અમદાવાદ અને મેંગલુરુ એરપોર્ટ હવે અદાણી ગ્રુપનું થઈ ગયું છે. સરકાર હસ્તક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - એએઆઈએ શુક્રવારે તેના ખાનગીકરણ માટે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ સાથે કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એરપોર્ટને ફરી ડેવલપ કરવા માટે ૫૦ વર્ષ અદાણી ગ્રુપ જ ચલાવશે.

અદાણી ગ્રુપનાં માલિક ગૌતમ અદાણીએ એક ટ્વીટ કરી આ એરપોર્ટના કન્સેશન એગ્રીમેન્ટ પર સહી કર્યાં હોવાની જાણકારી આપી છે. જેમની આ ટ્વીટ પર દ્યણા લોકોએ અભિનંદન પાઠવ્યાં હતાં. તો કેટલાક લોકો સરકારના આ નિર્ણયની નિંદા પણ કરી હતી.

આ સમજૂતી વિશે માહિતી ધરાવનારા એક અધિકારી જણાવ્યું છે કે લખનૌઉ એરપોર્ટ માટે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ લિમિટેડ, અમદાવાદ એરપોર્ટ માટે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. અને મેંગલુરુ એરપોર્ટ માટે અદાણી મેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.ની સાથે કન્સેશન એગ્રીમેન્ટ પર સહી થઈ છે. હવે કે સમયની ડિમાન્ડ પ્રમાણે તેને ડેવલપ કરશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષની શરુઆતમાં સરકારે અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનૌઉ, મેંગલુરુ, જયપુર અને ગુવાહાટી એરપોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર મંગાવ્યાં હતાં. જેમાં વિજેતાઓની જાહેરાત કરી હતી. જેમાં અદાણીએ સૌથી વધારે બોલી લગાવી હતી. આ ૬ એરપોર્ટને ચલાવવા માટે ૧૦ કંપનીઓનાં ટેકિનકલ રીતે ૩૨ ટેન્ડર આવ્યાં હતા.

(9:56 am IST)