Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભારતમાં કોરોના વાયરસ ફેલાય તો મચી જશે હાહાકાર: 82 ટકા નિષ્ણાંત ડોક્ટરોની છે અછત

મહામારી સામે લડવા માટે દેશમાં દરેક સ્તર પર ડોક્ટરોની કમી છે

 

નવી દિલ્હી : ભારતમાં ડોક્ટરોની ભયાનક અછત છે. જાણીને નવાઈ લાગશે કે દેશના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર લગભગ 41.32 ટકાની કમી છે. એટલે કે સરકારની તરફથી કુલ 158,417 પદ સ્વીકૃત છે. તેમાંથી 65,467 પદ હજુ પણ ખાલી છે. જો કોરોના વાયરસ ફેલાયો તો આટલા ઓછા ડોક્ટરો સાથે ભારત આ મહામારીથી લડી શકશે? જ્યારે એક્સપર્ટ ડોક્ટરોની લગભગ 82 ટકા કમી છે.

  સ્વાસ્થ્યના મામલાને જાણીને અરવિંદ મિશ્રા કહે છે કે સરકારે ગ્રામીણ સ્વાસ્થ્ય ઢાંચાના નામ પર હોસ્પિટલ અને હેલ્થ સેન્ટરની બિલ્ડિંગ તો ઉભી કરી દીધી છે પરંતુ તેને ક્રિયાશીલ બનાવવા માટે માનવ સંસાધનોની ભારે કમી છે. શું થાય જો ચીનની જેમ ગ્રામીણ ભારતમાં પણ કોરોના વાયરસનો ફેલાઈ જાય ? જવાબ એ છે કે આપણે એક પણ જીવ નહીં બચાવી શકીએ. કારણ કે આ બીમારીથી લડવા માટે દેશમાં દરેક સ્તર પર ડોક્ટરોની કમી છે.

જો દેશમાં કોરોના વાયરસ ફેલાય છે તો ભારતમાં લોકોના ઈલાજ માટે ડોક્ટરોની કમી થઈ જશે. ડોક્ટરોની કમીના આંકડા 19 જુલાઈ 2019એ લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રાલયના રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ એક સવાલના દવાબમાં રજૂ કર્યા હતા.

લોકસભામાં રજૂ આકડા અનુસાર PHC પર સ્વીકૃત કુલ 158,417 પદોમાંથી દરેક 34,417 પદ સેક્શન કરવામાં આવ્યા છે. તેમાંથી 27,567 પદો પર જ ડોક્ટર કામ કરી રહ્યા છે. એટલે સેક્શન પદોમાંથી 8572 પદ ખાલી છે. એટલે કે આટલા પદો પર ડોક્ટર છે જ નહીં.

(12:58 am IST)