Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

વિડીયો : મોદીનું એલાન-એ-જંગ : હવે પાકિસ્તાનની ખેર નથી : ચુકવવી પડશે કિંમત

ગુનેગારોને સજા મળશે જ : ત્રાસવાદ વિરૂધ્ધની લડાઇ હવે વેગ પકડશે : ભારતમાં અસ્થિરતા પેદા કરવાના સપના જોવાનું બંધ કરે પાડોશી દેશ : દેશના લોકોના ગુસ્સા - આક્રોશને હું સમજું છું : પાડોશી દેશે મોટી ભૂલ કરી છે : સુરક્ષા જવાનોને આપી દીધી છે પૂર્ણ સ્વતંત્રતા

નવી દિલ્હી તા. ૧૫ : જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં ગુરૂવારનાં રોજ થયેલા આતંવાદી હુમલામાં ૪૪ CRPF જવાનોનાં બલિદાને સમગ્ર દેશને ઝકઝોર કરી દીધો છે. આ હુમલાને લઇને ગુસ્સો અને આતંકવાદીથી બદલો લેવાની માંગ ઉઠી રહી છે. આ હુમલા બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં સીએસએસ બેઠક મળી હતી. બેઠક બાદ પીએમ મોદીએ પહેલીવાર બોલતા કહ્યું કે, 'હુમલાથી લોકોનું ખુન ખોળી રહ્યું છે. સુરક્ષાબળોને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. આતંકી સંગઠનોએ ઘણી મોટી ભૂલ કરી દીધી છે, આની કિંમત તેમણે ચુકવવી પડશે.'

પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, 'પાડોશી દેશે ઘણી મોટી ભૂલ કરી દીધી છે. દેશ આવા હુમલાઓનો મુકાબલો કરશે. પાકિસ્તાને ઘણી મોટી કિંમત ચુકવવી પડશે. હું વિશ્વાસ અપાવું છું કે જે શબ્દો અને સપનાઓને લઇને આપણા જવાનોએ જીવન ત્યાગ્યું છે એ સપનાઓને પૂર્ણ કરવા માટે અમે

જીવનની પળ પળ ખૂંપાવી દેશું.'

પીએમ મોદીએ કહ્યું કે, 'પાકિસ્તાન બરબાદીનાં રસ્તે ચાલી રહ્યું છે. અમે સુરક્ષાદળોને સંપૂર્ણ છૂટ આપી દીધી છે. સુરક્ષાદળોની બહાદૂરી અને શૌર્ય પર સંપૂર્ણ ભરોસો છે. પાડોશી દેશ વિચારી રહ્યો છે કે જે રીતે તે ષડયંત્રો રચી રહ્યો છે તેનાથી ભારતમાં અસ્થિરતા સર્જાશે તો તેવું કયારેય નહીં થાય. તેનાં આ ઇરાદાઓ કયારેય પુરા નહીં થાય.'

પીએમ મોદીએ કહ્યું કે, 'દરેક ભારતીયની સંવેદના જવાનોની સાથે છે. દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યું છે. દેશની અપેક્ષાઓ છે જે સ્વાભિક છે. સુરક્ષાબળોને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. આતંકી સંગઠનો અને તેમની પાળનારાઓને કહેવા માંગુ છું કે તેઓ બહુ મોટી ભૂલ કરી ચુકયા છે. તેમણે મોટી કિંમત ચુકવવી પડશે. હુમલો કરનારાઓને અવશ્ય સજા મળશે. જે અમારી ટીકા કરી રહ્યા છે તેમની ભાવનાઓની કદર કરું છું. તેમને ટીકા કરવાનો અધિકાર છે. દરેક સાથીઓને અપીલ કરું છું કે આ સંવેદનશીલ અને ભાવુક પળમાં પક્ષમાં કે વિપક્ષમાં આપણે રાજનીતિક પ્રહારોથી દૂર રહીએ. દેશ એકસાથે મળીને મુકાબલો કરી રહ્યો છે. દેશ એક સાથે છે.'

પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આતંકવાદ સામે માનવતાવાદી શકિતઓએ એક થવું પડશે. દેશ એક સાથે છે, એક જ અવાજ છે અને આ વિશ્વમાં સંભળાવવું જોઇએ. લડાઈ આપણે જીતવા માટે લડી રહ્યા છીએ.'

પીએમ મોદીએ કહ્યું કે, 'આ હુમલામાં સામેલ લોકોએ મોટી કિંમત ચુકવવી પડશે. તો નાણા મંત્રી અરૂણ જેટલી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે CCS બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, 'CCSએ પુલવામા હુમલાની સમીક્ષા કરી અને આની પર ચર્ચા કરી. બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. જે જવાનોએ શહાદત આપી છે તેમના પર દેશને ગર્વ છે. વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ-થલગ કરવાના તમામ પ્રયત્નો કરશે. બેઠકમાં થયેલા તમામ નિર્ણયો બહાર ના જણાવી શકાય.'

અરૂણ જેટલીએ જાહેરાત કરી છે કે પાકિસ્તાનને ભારત સરકારે આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચી લીધો છે. પાકિસ્તાનને ઘેરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભારત સરકાર તરફથી શનિવારનાં રોજ સર્વદલીય બેઠક બોલાવવામાં આવશે અને પુલવામા હુમલાની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકની આગેવાની ગૃહ મંત્રી રાજનાથ સિંહ કરશે.

(5:35 pm IST)