Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

''ઉત્તર પ્રદેશ અપ્રવાસી ભારતીય રત્ન પુરસ્કાર'': ઇન્ડિયન અમેરિકન શ્રી સંજીવ રાજૌરાને એવોર્ડઃ છેલ્લા ૩ વર્ષ દરમિયાન વતનની દલિત બાળાઓ માટે સ્વખર્ચે ૮૦ ટોઇલેટ બંધાવી આપ્યા

ઉત્તર પ્રદેશઃ ઇન્ડિયન અમેરિકન બીઝનેસમેન શ્રી સંજીવ રાજૌરાને ઉત્તરપ્રદેશના ગવર્નર શ્રી રામ નાઇકના વરદ હસ્તે ૨૨ જાન્યુ ૨૦૧૯ના રોજ ''ઉત્તરપ્રદેશ અપ્રવાસી ભારતીય રત્ન પુરસ્કાર એવોર્ડ'' આપી સન્માનિત કરાયા છે. આ એવોર્ડ તેઓને યુ.પી.માં દલિત બાળાઓ માટે છેલ્લા ૩ વર્ષમાં ૮૦ ટોઇલેટ પોતાના ખર્ચે બંધાવી આપવા માટે એનાયત કરાયો છે.

શ્રી સંજીવએ સમાચાર સૂત્રને જણાવ્યા મુજબ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આ ભગીરથ કાર્ય માટેના આહવાહનને ધ્યાને લઇ આ કાર્ય હાથ ધર્યુ હતું. કારણકે ઉત્તર પ્રદેશની દલિત બાળાઓ આ કારણથી જ અધવચ્ચે શાળા છોડી જવા મજબૂર બનતી હતી. શ્રી સંજીવ ઉત્તરપ્રદેશના બુલંદશહદ ડીસ્ટ્રીકટના ખંડોઇ ગામના વતની છે. તથા છેલ્લા ૧૪ વર્ષથી અમેરિકાના ફ્રેમોન્ટ કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે.

(12:00 am IST)