Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ચીને વડાપ્રધાન મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો વાંધો ઉઠાવ્યો

-અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય નહીં પરંતુ દક્ષિણ તિબેટનો હિસ્સો :ચીન કૂટનીતિક સ્તરે પોતાનો વિરોધ નોંધાવશે

ચીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો છે.ચીને કહ્યું છે કે તે કૂટનીતિક સ્તરે પોતાનો વિરોધ નોંધાવશે.ચીને એમ પણ કહ્યું છે કે તેઓ અરુણાચલ પ્રદેશને ભારતનું એક રાજ્ય નહીં. પણ દક્ષિણ તિબેટનો હિસ્સો માને છે.

  ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યુ છે કે ચીન-ભારત સરહદને લઈને ચીનની સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે અને તેના પર તે સતત કાયમ છે. ચીનની સરકારે ક્યારેય પણ અરુણાચલ પ્રદેશના અસ્તિત્વને માન્યતા આપી નથી અને તેઓ વડાપ્રધાન મોદીની આ વિવાદીત ક્ષેત્રની મુલાકાતનો આકરો વિરોધ કરે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર-2017માં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, નવેમ્બર-2017માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત, એપ્રિલ-2017માં દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો પણ ચીને વિરોધ કર્યો હતો.

(12:54 am IST)