Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

લેવડ-દેવડમાં અનિવાર્ય બનેલા અને ઓળખ પાનકાર્ડ ખોવાઈ જાય તો ઘેર બેઠા નવું બનાવવા ઓનલાઇન એપ્લિકેશન કેમ કરશો ??

ઇનકમ ટેક્સની પાન સર્વિસ વેબસાઇટ પર જરૂરી વિગતો ભરીને

 

નવી દિલ્હી :કોઈ પણ પ્રકારની લેવડદેવડમાં અનિવાર્ય બનેલું અને ઘણી વાર ઓળખ સંબંધિત દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાતું પાનકાર્ડ ખૉવાઈ જાય તો ? અથવા ક્યાંક ભૂલી જવાયું હોય તો ? તો તેને ઘેરબેઠા ફરીથી બનાવી શકો છો.ઘરે બેઠાં બેઠાં ઑનલાઇન તમે નવા પાન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

   સૌપ્રથમ ઇનકમ ટેક્સની પાન સર્વિસ વેબસાઇટ પર જઈને  https://tin.tin.nsdl.com/pan/  પર ક્લિક કરી શકો છો. લિંક પર ક્લિક કરતા તમે હોમ પેજ પર પહોંચી જશો અને અહીં નવા પાન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો નવા પાન કાર્ડનો વિકલ્પ પસંદ કરતાં તેમાં જરૂરી ડિટેલ ભરવાની રહેશે. તે માટે ફોર્મ 49A ભરવાનું રહેશે, જેમાં પોતાના નામ સિવાય જન્મ તારીખ લખવાની રહેશે.ફોર્મ સબમિટ કરતાં તમારી પાસે એક Acknowledgement નંબર આવશે. તેને તમારી પાસે સાચવીને રાખી મૂકો.

   રજિસ્ટ્રેશન નંબર સાથે એડ્રેસ પ્રૂફ અને ઓળખ પત્ર પણ આપવાનું રહેશે અને ત્યાર બાદ તેને આવકવેરા વિભાગમાં મોકલવાનું રહેશે. જોકે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, ફોર્મમાં જે જાણકારી આપવામાં આવી છે, તે તમારી ઓળખ અને સરનામાને મળતી આવે છે. રજિસ્ટ્રેશન સ્લિપ પર બે પાસપોર્ટ સાઇઝના ફોટો ચોંટાડવાના રહેશે.અને યાં જરૂરી હોય,ત્યાં સાઇન કરવી.
 
નવા પાન કાર્ડ માટે ઓનલાઇન 96 રૂપિયા ભરવાના હોય છે. તે માટે નેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત તમે ડિમાન્ડ ડ્રાફ્ટના માધ્યમથી ફી ચૂકવી શકો છો. જોકે તમારું સરનામું ભારતનું હશે તો તમને સુવિધા મળશે ચૂકવણી કરવાની સાથે તમને એક રસીદ આપવામાં આવશે, તેને રજિસ્ટ્રેશન રિસિપ્ટ સાથે જોડીને 15 દિવસોની અંદર NSDLને મોકલી દો. ફી જમા થતાં NSDL નવા પાન કાર્ડની અરજીને પ્રોસેસ કરવાનું શરૂ કરી દે છે. અરજીને ઑનલાઇન પણ ચેક કરી શકાય છે.

 

(11:32 pm IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST

  • સ્વચ્છ ભારત મિશન ઉપર કલંક લગાવતા ભાજપના પ્રધાન : ''સ્વચ્છ ભારત'' મિશન ઉપર કલંક લગાવતા રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર કાલીચરણ સરાફ : રોડ ઉપર ખુલ્લામાં લઘુશંકા કરી : કોંગ્રેસે માફી માંગવાનું કહેતા ના પાડી દીધીઃ માથે જાતા એમ કહ્યુ કે પોલીસ ૨૦૦ રૂપિયા દંડ લઈ લ્યે બીજુ શું? આ કયાં કોઈ મોટો મુદ્દો છે? access_time 4:59 pm IST