News of Thursday, 15th February 2018

‘‘ગ્‍લોબલ વીમેન્‍સ હેલ્‍થ એવોર્ડ'' માટે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી વંદના ગોપીકુમારની પસંદગીઃ ૨૧ માર્ચના રોજ ૧ લાખ ડોલરનું નગદ ઇનામ આપી સન્‍માનિત કરાશે

પેન્‍સિલવેનિઆઃ યુ.એસ.માં પેન્‍ન નર્સીગ રેનફિલ્‍ડ ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલના ‘‘ગ્‍લોબલ વીમેન્‍સ હેલ્‍થ'' એવોર્ડ માટે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી વંદના ગોપીુમારની પસંદગી થઇ છે.

સુશ્રી વંદના બનિયાન એન્‍ડ બનિયાન એકેડેમી ઓફ લીડરશીપ ઇન મેન્‍ટલ હેલ્‍થન કો-ફાઉન્‍ડરગ છે. ભારતની મહિલાઓને થતા માનસિક પ્રશ્નો હલ કરવામાં મદદરૂપ થવા બદલ તેમની આ એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમને ૨૧ માર્ચ ૨૦૧૮ના રોજ યુનિવર્સિટી ઓફ પેન્‍સિલવેનિઆ ખાતે યોજાનાર પ્રોગ્રામમાં ૧ લાખ ડોલરનું નગદ ઇનામ આપી સન્‍માનિત કરાશે. સુશ્રી વંદનાએ છેલ્લા ૨૫ વર્ષમાં ભારતની ૧૦ હજાર જેટલી મહિલાઓના માનસિક પ્રશ્નો હલ કરી તેમને સમાજમાં માનભર્યુ સ્‍થાન અપાવવામાં સફળ થયા છે. આવી મહિલાઓમાં મોટા ભાગની ઘરવિહોણી મહિલાઓનો સમાવેશ થાય છે.

(11:22 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST

  • સુરતમાં ૩ બાળક સાથે પૂજારીએ દુષ્કર્મ કર્યુ : ફરીયાદ : નવસારી બજાર વિસ્તારની ઘટના : ગોખી તળાવના મંદિરના પૂજારી વિરૂદ્ધ ફરીયાદ access_time 12:23 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST