Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

યુ.એસ,ના ઇલિનોઇસમાં ઇન્‍ડિયન અમેરિકન ઉબર ડ્રાઇવર ગુરજીત સિંઘને થયેલો હેટક્રાઇમનો અનુભવઃ બાજુમાં બેઠેલા પેસેન્‍જરે ગુરજીતના લમણાં ઉપર રિવોલ્‍વર તાકી તેની અમેરિકા પ્રત્‍યેની વફાદારી માટે શંકા વ્‍યક્‍ત કરી

ઇલિનોઇસઃ યુ.એસ.ના ઇલિનોઇસમાં ઉબર ડ્રાઇવર તરીકે કામ કરતાં ઇન્‍ડિયન અમરિકન શીખ શ્રી ગુરજીતી સિંઘને ૨૮ જાન્‍યુ.૨૦૧૮ના રોજ ખૂબ હેટક્રાઇમનો કડવો અનુભવ થયો હતો.

એક વ્‍યક્‍તિએ તેની કાર ભાડે રાખ્‍યા પછી તે પત્‍નીને પાછળ બેસાડી ગુરજીતની બાજુમાં બેસ ગયો હતો. તથા હાથમાં રિવોલ્‍વર રાખી ગુરજીત વફાદારી અમેરિકા પ્રત્‍યે નહીં પણ પોતાના વતન પ્રત્‍યે હોવાનો આક્ષેપ કરી ઉશ્‍કેરાઇ ગયો હતો. એટલું જ નહીં તેણે રિવોલ્‍વર પણ ગુરજીતના માથા ઉપર તાકી દીધી હતી. તેથી ગુરજીતે કાર સાઇડમાં પાર્ક કરી ઊભી રાખતા આરોપીની પત્‍ની પાછલુ બારણું ખોલી આગળ આવી ગઇ હતી. તથા કારનો આગળનો દરવાજો ખોલી પતિને બહાર કાઢયો હતો. તેથી સદનસીળે ગુરજીતનો બચાવ થઇ ગયો હતો. બાદમાં આરોપીની પત્‍નીના કહેવાથી તેના પતિને ત્‍યાં જ છોડી દઇ મહિલાને તેના ઘેર મુકી આવ્‍યો હતો.

બીજે દિવસે તેણે શેરીફ ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ થઇ શકી નથી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ઇલિનોઇસમાં ૨૦૧૬ની સાલના એક જ વર્ષમાં ૭૩ હેટક્રાઇમ નોંધાયા છે.  

(10:11 pm IST)