Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કેરળમાં સી.પી.એમ.ના નેતાએ સગર્ભાના પેટમા પાટા મારતા ગર્ભપાત કરાવવો પડયોઃ ૭ શખ્સોની ધરપકડ

કેરળ : કેરળમાં સગર્ભા મહિલાને પેટમા માટા મારીને સીપીએમ ના નેતા સામે ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ  કેરળના કોઝીકોડમાં રહેતી એક ગર્ભવતી મહિલાને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (સીપીએમ) ના નેતાએ તેના પેટ પર કથિત રીતે લાત મારી હતી. જે પગલે તેને ગર્ભપાત કરાવવો પડયો હતો. આ મામલે પોલીસે ફરીયાદ નોંધી છે. ઘટના સાથે જોડાયેલા ૭ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

ગત વર્ષે પણ આ પ્રકારનો મામલો સામે આવી ચુકયો છે. ૩ નવેમ્બરે સીપીઆઇ (એમ) ના કાર્યકર્તાઓ અને તેના મિત્રોએ મહિલાને કારમાંથી બહાર નીકાળી પેટ પર લાત મારી હતી. મહિલાની કાર અને સીપીએમ કાર્યકર્તાની કાર વચ્ચે ટક્કર થઇ ગઇ હતી.

ઘટનાના સમયે તમામ આરોપી નશામાં હતાં એક મહિનાનો ગર્ભ ધરાવતા મહિલા દુઃખાવાને કારણે નીચે પટકાઇ હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

(6:51 pm IST)