Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કોલેજીયન યુવકના કપડા કાઢી, થાંભલે બાંધી લમધાર્યો

 રાજસ્થાનની રાજધાની જયપુરની નિમ્સ કોલેજમાં એક યુવક સાથે મારપીટનો વિડીઓ સામે આવ્યો છે. આ વીડીઓમાં યુવકના કપડા કાંઢીને માત્ર અંડરવેર પહેરાવી તેને ખુબ જ ખરાબ રીતે મારવામાં આવી રહયો છે. વીડીઓમાં આ યુવક જે લોકો તેને મારી રહયા છે તેને આજીજી કરી રહયો છે. પરંતુ તેની નિર્દયતાપુર્વક પીટાઇ કરવામાં આવી રહી છે. ખબર અનુસાર યુવક ચોરી કરવાના આરોપમાં પકડાઇ ગયો. ત્યાર પછી મેડીકલ કોલેજમાં તેને બાંધીને તેની પીટાઇ કરવામાં આવી 

 આ  આખો વીડીઓ તેના સાથી દ્વારા ઉતારવામાં આવ્યો છે. વીડીઓમાં સુધારક નામનો યુવાન જે ચોરને મારી રહયો છે તે તેને ચોરી વિશે કબુલ કરવાનું કહી રહયો છે. આ યુવાન વીડીઓમાં કહી  રહયો છે કે નિમ્સ કોલેજમાં ચોરી કરનારને પોલીસ નથી પકડી રહી. આ આખા મામલાને  લઇને પોલીસ તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યુ નથી.

(5:00 pm IST)