Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પેરીસ બેઠકમાં પાકિસ્તાન સામે આકરી કાર્યવાહિ હાથ ધરવા તૈયારી!

પેરિસમાં યોજાનાર ફાયનેન્સીયલ એકસન ટાસ્ક ફોર્સની  બેઠકમાં પાકિસ્તાન  વિરુદ્ઘ મોટી કાર્યવાહી  હાથ ધરાશે? મની લોન્ડ્રીંગ અને આતંકવાદને ફંડિંગ આપવાવાળા દેશોની યાદીમાં  પાકિસ્તાનને  મુકી દેવાની સંભાવના . પાકિસ્તાને હાફીઝ વિરુધ્ધ દેખાવ કરવા માટે  પગલા એવા સમયે લીધા છે જયારે પેરિસમાં ૧૮થી  ૨૩ ફેબ્રુઆરી સુધી ફાયનેન્સીયલ એકશન ટાસ્ક ફોર્સની બેઠક થવા જઈ રહી છે. અમેરિકા અને ભારત કોશિશ કરી રહ્યાં છે કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મની લોન્ડ્રીંગ અને આતંકવાદને ફંડિંગ આપવાવાળા દેશોની યાદીમાં સામેલ કરાય,આ યાદીમાં પાકિસ્તાનને છેલ્લી વખત ફેબ્રુઆરીમાં નાખી દીધું હતું અને ત્રણ વર્ષ આ યાદીમાં રાખ્યું હતું.

(5:14 pm IST)