Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તદ્ન નવા અંદાજમા

 હરીયાણાના જીંદમા અમિતભાઇ શાહની ૧ લાખ બાઇક  સાથે જંગી રેલી હજારો સુરક્ષા જવાનો ખડેપગે  તૈનાતઃ ૯૦ બેઠકોમાંથી દરેક બેઠક ઉપરથી ૧૧૧૧ ભાજપની બાઇક સવારો સાથે અમિતભાઇ બાઇક ઉપર જોડાયા

હરીયાણાના જીંદમાં ભાજપ દ્વારા '' યુવા હુંકાર રેલી'' યોજનામાં આવી હતી. જેમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ પણ સામેલ થયા હતા. આ રેલીને  યુવાઓને પાર્ટી  સાથે જોડવા અને  રાજયમાં ૨૦૧૯માં આવનાર ચુંટણીના શંખનાદ માનવામાં આવી રહી છેઃ ભાજપે લગભગ ૧ લાખ લોકો રેલીમાં જોડાયા હોવાનો દાવો કર્યો છે હરીયાણાના મુખ્યમંત્રી ખટ્ટર પણ બુલેટ ચલાવીને સભા સ્થળે પહોંચ્યા હતાઃ અમીતભાઇ માટે ખાસ નવું બુલેટ મંગાવામાં આવ્યું હતું.

(4:39 pm IST)