Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

શાઓમીનો રેડ મી Note 5 ભારતમાં લોન્‍ચ થયો, કિંમત ૯૯૯૯ થી ૧૬,૯૯૯ રૂપિયા

ચીનની સ્‍માર્ટફોન કંપની શાઓમીએ એનો નવો રેડ મી Note-5અને Note5  - પ્રો. ભારતમાં લોન્‍ચ કર્યો છે. Note 5માં બે વેરિયન્‍ટ્‍સ એકમાં 3GB રેમ અને 32GB સ્‍ટોરેજ છે જેની કિંમત ૯૯૯૯ રૂપિયા છે, જયારે બીજામાં 4GB રેમ અને 6 4GB સ્‍ટોરેજ છે જેની નો કિંમત ૧૧,૯૯૯ રૂપિયા છે. રેડ મી Note 5-પ્રો પ્રોમાં 4 અને 6 GB રેમ 64 GB  સ્‍ટોરેજનો વિકલ્‍પ છે એતી કિંમત અનુક્રમે ૧૩,૯૯૯ રૂપિયા અને૧૬,૯૯૯ રૂપિયા છ.ે બધા જ ફોન બ્‍લેક, ગોલ્‍ડ, રોઝ ગોલ્‍ડ અને બ્‍લુ રંગમાં મળશે. કંપનીનો દાવો છેકે અંધકારમાં એનાથી સારી કવોલીટી અને શાર્પ તસ્‍વીરો લઇ શકાશે. ફ્રન્‍ટ કેમેરા પણ LED લાઇટ સાથે છ.ે

 

(4:07 pm IST)