Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મહાન શાયર મિરઝા ગાલિબ આજે પુણ્‍યતિથી

નામ : મિરઝા અસદ-ઉલ્લાહ બેગખાં

ઉપનામ : અસદ, ગાલિબ

જન્‍મ : ર૭ ડિસેમ્‍બર, ૧૭૯૬

(આગ્રા, ઉત્તરપ્રદેશ, ભારત)

મળત્‍યુ : ૧પ ફેબ્રુઆરી, ૧૮૬૯ (દિલ્‍હી)

કાર્યક્ષેત્ર : શાયર

રાષ્‍ટ્રીયતા : ભારતીય

ભાષા : ઉર્દૂ તેમજ ફારસી

વિદ્યા : ગદ્ય અને પદ્ય

વિષય : પ્રેમ, વિરહ

મિરઝા અસદ-ઉલ્લાહ બેગખાંનો જન્‍મ ર૭ડિસેમ્‍બર, ૧૭૯૬ થયોહતો. તેઓને ઉર્દૂ ભાષાનાસર્વકાળ મહાન શાયરમાનવામાં આવે છે અનેફારસી કવિતાના પ્રવાહને ભારતીય બોલીમાંલોકપ્રિય કરવાનો શ્રેય પણએમને આપવામાં આવે છે.ગાલિબને ભારત અનેપાકિસ્‍તાનમાં એકમહત્ત્વપૂર્ણ કવિ રૂપે ઓળખવામાં આવે છે.ગાલિબ (અને અસદ)નામથી લખનારા મિરઝામોગલકાળના છેલ્લા શાસક બહાદુર શાહઝફરના દરબારી કવિ પણરહ્યા હતા. આગ્રા, દિલ્‍હીઅને કોલકાત્તામાં પોતાનુંજીવન ગુજારનારા ગાલિબને મુખ્‍યતઃ તેમનીઉર્દૂ ગઝલો માટે યાદકરવામાં આવે છે.

ગાલિબનો જન્‍મઆગ્રામાં એક સૈનિકપરિવારમાં થયો હતો.તેમણે પોતાના પિતા અનેકાકાને નાનપણમાં જગુમાવી દીધા હતા, ગાલિબનો જીવનનિર્વાહપોતાના કાકાના મરણોપરાંત મળનારાપેન્‍શનથી થતો હતો.ગાલિબની પળષ્‍ઠભૂમિ એકતુર્ક પરિવારથી હતી અનેએમના દાદા મધ્‍ય એશિયાના સમરકંદથી વર્ષ૧૭પ૦ની આસપાસ ભારતઆવ્‍યા હતા. તેમના દાદામિરઝા કોબાન બેગખાનઅહમદ શાહનાશાસનકાળમાં સમરકંદથીભારત આવ્‍યા. તેમણેદિલ્‍હી, લાહોર અનેજયપુરમાં કામ કર્યું અને અંતેઆગ્રામાં વસી ગયા. તેમનેબે પુત્ર અને ૩ પુત્રીઓહતી. મિરઝા અબ્‍દુલ્લાબેગખાન અને મિરઝાનસરૂલ્લા બેગખાન તેમનાબે પુત્ર હતા.

ગાલિબ અનુસાર તેમણે૧૧ વર્ષની અવસ્‍થાથી જઉર્દૂ તેમજ ફારસીમાં ગદ્યતથા પદ્ય લખવાની શરૂઆતકરી દીધી હતી. ૧૩ વર્ષની ઉંમરમાં તેમના લગ્‍ન નવાબઈલાહી બખ્‍શની દીકરીઉમરાવ બેગમથી થઈ ગયાહતા. લગ્‍ન બાદ તે દિલ્‍હી આવી ગયા હતા. જ્‍યાંતેમની આખી ઉંમર વીતી.૧૮પ૦માં શહંશાહ બહાદુરશાહ ઝફર બીજાએ મિરઝાગાલિબને દબીર-ઉલ-મુલ્‍કઅને નઝમ-ઉદ-દૌલાનાપુરસ્‍કારથી નવાજ્‍યા. પછી તેઓને મિરઝા નોશાકખિતાબ પણ મળ્‍યો. તે એકસમયમાં મોગલ દરબારનાશાહી ઈતિહાસવિદ્‌ પણ હતા.

 મિરઝા અબ્‍દુલ્લાહબેગખાન મુગલસામ્રાજ્‍યના સમયના ગાયકકવિ હતા. તેમણે બ્રિટિશ અત્‍યાચારને નજીકથી જોડાયેલ હતા તે પોતાના મનની અને દેશનીમનોદશાને પોતાની ગઝલના માધ્‍યમથી બધાસુધી પહોંચાડતા હતા,તેમના દ્વારા રચેલ શેરોશાયરી આજ સુધી લોકોનેજીભમાં છે અને પસંદ પણકરવામાં આવે છે.

તૂન કાતિલ હો કોઈઔર હી હો તેરે કૂચે કી શહાદત હીસહીં

૧૮પ૪માં ખુદ બહાદુરઝફરે તેમને પોતાનાકવિતા શિક્ષક તરીકે પસંદ કર્યા. તેમનું ૧પફેબ્રુઆરી, ૧૮૬૯એદિલ્‍હીમાં મળત્‍યુ થઈ ગયું.મિરઝા ગાલિબ જૂનીદિલ્‍હીના જે મકાનમાંરહેતા હતા તેને ગાલિબની હવેલી કહેવાતી હતી અનેપછી તેને એક સ્‍મારકમાંતબદીલ કરી દેવામાંઆવી.મિરઝા ગાલિબની કબ્રદિલ્‍હીના નિઝામુદ્દીનવિસ્‍તારમાં નિઝામુદ્દીનઔલિયાની નજીક બનાવવામાં આવી છે અનેતેમના મજાર પર લખ્‍યું છેમજે જહા કે અપનેનજર મેં ખાક નહીં,સિવા એ ખૂન એ જિગરસો જિગર મેં ખાક નહીં. આવો કેટલી શાયરીઅહીં જોઈએ.મોહબ્‍બત મેં નહીં હૈ,ફર્ક જીને ઔર મરને કા,ઉસી કો દેખકર જીતે હૈ જિસ કાફિર પર દમ નિકલે.

 

 

કહૂ કિસે મેં કિ કયા હૈ શબ એ ગમ બુરી બલા હૈ,

મુજે ક્‍યાં બુરા થા મરના અગર એકબાર હોતા

-----

મસ્‍જિદ ખુદા કા ઘર હૈ પીને કી જગહ નહી,

કાફિર કે દિલ મેં જા, વહા ખુદા નહી.

-----

ઇસ કદર તોડા હૈ મુજે ઉસકી બેવફાઇને એ ગાલિબ,

સબ કોઇ અગર પ્‍યાર સે ભી દેખે તો બિખર જાતા હું.

-----

કલ તક તો કહેતે થે ગાલિબ, બિસ્‍તર સે ઉઠા નહીં જાતા,

આ જ દુનિયા સે જાને કી તાકાત કહા સે આ ગઇ

(4:03 pm IST)
  • સુરતમાં ૩ બાળક સાથે પૂજારીએ દુષ્કર્મ કર્યુ : ફરીયાદ : નવસારી બજાર વિસ્તારની ઘટના : ગોખી તળાવના મંદિરના પૂજારી વિરૂદ્ધ ફરીયાદ access_time 12:23 pm IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી access_time 9:28 am IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST