News of Thursday, 15th February 2018

માલદીવમાં સેનાનો સંસદ ઉપર કબ્જો ;એક-એક સાંસદને ખેંચીને બહાર કાઢયા

માલદીવમાં ચાલતો રાજનીતિક સંકટ વચ્ચે સેનાએ સંસદ ઉપર કબ્જો કરી લીધો છે સૈનિકોએ સંસદમાં રહેલા એક-એક સાંસદને ખેંચીને બહાર કાઢયા હતા માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી પાર્ટીના મહામંત્રી અનસ અબ્દુલ સત્તારે લખ્યું કે સુરક્ષાદળોએ સાંસદોને મજલિસ પરિસરમાંથી બહાર ફેંકી દીધા છે ચીફ જસ્ટિઝ અબ્દુલા સઈદ સત્ય બહાર લાવતા હતા તેને પણ તેની ચેમ્બરમાંથી કાઢી મુક્યા છે

 

(4:28 pm IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST