Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વડાપ્રધાન પર કર્યો કટાક્ષ

કોંગ્રેસે અનોખા અંદાજમાં PM મોદીને કર્યું 'વેલેન્ટાઇન્સ ડે' વિશ

નવી દિલ્હી તા. ૧૫ : કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખા અંદાજમાં વેલેન્ટાઈન્સ ડે વિશ કરીને તેમના પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર એખ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં વડાપ્રધાન મોદીને વેલેન્ટાઈન્સ ડેની શુભકામનાઓ આપવામાં આવી છે.

એક મીનિટના આ વીડિયોમાં બોલિવૂડના રોમાન્ટિક સોન્ગ- પહેલા નશા પહેલા ખુમારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોતજોતામાં તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.વીડિયોમાં પ્રેમના અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદીને સલાહ આપવામાં આવી છે. જેમ કે, મિસ્ટર મોદી, આ વેલેન્ટાઈન્સ ડે પર અમે આશા રાખીએ છીએ કે તમે પ્રેમ ફેલાવો, જુમલા નહીં. આ સિવાય નરેન્દ્ર મોદીની વિદેશી નેતાઓને ભેટવાની સ્ટાઈલ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.

વીડિયોમાં મનની બાત પર કટાક્ષ કરતાં કહેવામાં આવ્યું છે કે, આશા છે કે વડાપ્રધાન કયારેક તો લોકોના મનની વાત સાંભળશે અને દરેક મહત્વના સંબંધની જેમ, તે જ વચન કરશે જે પાળી શકે. ભાજપના અબકી બાર મોદી સરકાર સૂત્રને ધ્યાનમાં રાખીને આ વીડિયોમાં અબકી બાર, ઢેર સારા પ્યાર લખવામાં આવ્યું છે.

(11:24 am IST)