Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પૈસાથી ખુશી ખરીદી શકાય છે

અમેરિકાના સંશોધનકારોનો દાવોઃ ખુશી માટે તમારે વર્ષે કમાવા પડશે પ૦ લાખ રૂપિયા

નવી દિલ્હી તા.૧પ : અમેરિકાની પર્ડુ યુનિવર્સિટીના સંશોધનકારોએ દાવો કર્યો છે કે પૈસાથી ખુશીઓ ખરીદી શકાય છે. આ માટે લગભગ ૪૦ થી પ૦ લાખ રૂપિયા વર્ષે કમાવા પડશે. જો કે આ રકમ સ્થિર નથી હોતી અને દુનિયાભરમાં બદલતી રહે છે.

 

સંશોધનકારોનું કહેવુ છે કે લોકોની આવક બે ચીજો પાછળ ખર્ચાતી હોય છે (૧) જીવનની સામાન્ય જરૂરીયાતો પુરી કરવા માટે અને (ર) પોતાની ભાવનાત્મક જરૂરીયાતો પુરી કરવા માટે ખર્ચાતી હોય છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય જરૂરીયાત માટે એક માણસે ૯પ૦૦૦ ડોલર એટલે કે લગભગ ૬૦ લાખ રૂપિયા વર્ષે જોઇએ.

તો ખુશી હાસલ કરવા માટે ૬૦,૦૦૦ થી ૭પ,૦૦૦ ડોલર (લગભગ ૪૦ થી પ૦ લાખ રૂપિયા) વર્ષે જોઇએ. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે જેમની પાસે વધુ નાણા છે તેમના માટે આ જરૂરતોની કિંમત વધુ થઇ જતી હોય છે. જો કે ખુશી મેળવવા માટે કોઇ ઉચ્ચતમ સીમા નથી. આ માટે કોઇ માણસ ગમે તેટલો પણ ખર્ચ કરી શકે છે. આ રિસર્ચ વિશ્વના ૧૬૪ દેશોમાં ૧૦ લાખથી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો. જેને નેચર હ્યુમન બિહેવીયર મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.(૩-૪)

(10:49 am IST)