Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

ઇચ્છા શું છે ? ઇચ્છાનો અર્થછે- જે છું, એવો ઠીક નથી; જ્યાં છું, ત્યાં સંતુષ્ટ નથી; કયાંક બીજે હોવું કાંઇક બીજું થવું, કોઇ બીજી રીતે થવું, (કામના) ઇચ્છાનો અર્થ છે- આ મારી જગ્યા નથી, કોઇ બીજી જ જગ્યા મારી છે; આ જેમારૃં જીવન છે, એ મારૂ જીવન હોય. ઇચ્છાનો અર્થ છે- જે છે તેનાથી અતૃપ્તિ અને જે નથી, એની આકાંક્ષા, ઇચ્છા અસંતોષની બૂમાબૂમ છે. અને જેને ઇચ્છાઓથી મુકત થવું છે, તેણે સંતોષના પાઠ શીખવા પડેછે.

શિવે કહ્યું: 'ભાવ કરો કે અગ્નિ, તમારા પગના અંગુઠાની ઉપર શરીરમાં ઉઠી રહ્યો છે, અને અંતે શરીર (રાખ) ભસ્મ થઇ જાય છે; પરંતુ નમે નહીં.'

બુદ્રને પણ આ વિધિ બહુ જ પ્રીતિકર હતી, અને તેઓ પોતાના શિષ્યોને આ વિધિમાં દીક્ષિત કરતા હતા. આ વિધિ શરીરથી તાદાત્મ્ય તોડવાની છે.

અંતરિક્ષમાં ધ્યાનનો પ્રયોગ મનુષ્યની ચેતનામાં ક્રાંતિ લાવી શકે છે.ે અંતરિક્ષમાં ઉપલબ્ધ ગુરૂત્વાર્ષણ-શૂન્ય વાતાવરણ ધ્યાન માટે આદર્શ પ્રયોગશાળા છે.

બુધ્ધપુરૂષની પાસે કોઇ મન નથી હોતું. અ-મનની સ્થિતિનું નામ જ બુધ્ધત્વ છે. એટલા માટે કબીર કહે છે, અ-મની દશા; અ-મની દશા ! ઉન્મની દશા ! ઉન્મની દશા ! બે-મની દશા ! જયાં મન રહી ના જાય !

હું તમને કહું છું કે, સ્વર્ગ અને નરક કયાંય ભૌગોલિક સ્થિતિ નથી, સ્વર્ગ અને નર્ક તમારા ચિત્તની દશાઓ છે, દરેક ક્ષણે તમે સ્વર્ગ અને નરકની વચ્ચે ડોલતા હો છો; જેવી રીતે ઘડિયાળનું લોલક ડોલે છે.

મનુષ્ય-જાતિની પાસે બહુ જ શાસ્ત્રો છે, પણ અષ્ટાવક્ર-ગીતા જેવું શાસ્ત્ર નથી, વેદ ક્રીડા છે ઉપનિષદ બહુ જ ધીમા અવાજમાં બોલે છે,

ગીતામાં પણ એવું ગૌરવ નથી જેવી અષ્ટાવક્રની સંહિતામાં છે. કંઇક વાત જ અનુઠી છે ! સૌથી મોટી વાત તો એ છે કે અષ્ટાવક્રના વચનો ઉપર ન સમાજ, ન રાજનીતિ, ન જીવનની કોઇ વ્યવસ્થાનો પ્રભાવ છે. એટલું શુધ્ધ ભાવાતીત વકતવ્ય, સમાજ અને કાળથી દુર, બીજુ કાંઇ નથી.

પ્રેમ, કરૂણાને(વાવવાની) રોપવાની છે, જેથી અંતિમ ક્ષણમાં કાંઇ દીધા વિના તમે એમ જ ના જતા રહો, આ જગતે તમને બહુ જ બધું દીધું છે, આ જગતને કાંઇ પાછું આપીને જવું જરૂરી છે. આ જગતમાં તમે બહુ દિવસ રહ્યા છો. આ ઘરમાં તમે બહુ રહ્યા છો. એને આખરી અનુગ્રહના રૂપમાં કાંઇક દેવું જરૂરી છે, તમે એમ જ ચુપચાપ, ચીરો-છુપીથી વિદાય ના થઇ જશો, જયાં આટલા દિવસ રહ્યા છો, જયાં તમે ઘણી સુકૃત્યોની પણ છાપ છોડી દે, ત્યાં તમારાએ કૃત્યોની પણ છાપ છોડીને જાવ, જે ન તો શુભની છે અને ન અશુભની છે પરંતુ જે પારમાર્થિક છે, જે આત્યંતિક છે, તમે એક ઝલક પ્રેમની પણ છોડીને જજો. એટલા માટે કરૂણા સાધવી જરૂરી છે.

એક વખત આપણે ભીડના હાથોમાંથી હટાવીને બુધ્ધિમાન લોકોના હાથોમાં સત્તા સોંપીએ, કે જે જાણતા હોય કે તે શું કરેછે., એવા માણસોના હાથમાં તો આપણે કાંઇક સુંદર નિર્મિત કરી શકીએ છીએ.

ચિત્તની પરમ મુકિતમાં જેનું જ્ઞાન થાય છે તે જ પરમ મુકિત છે. પરમાત્મા છે.

જયાં દોડ છે ત્યાં મૃત્યુ છે.

સાગરની સફર માટે કિનારો તો છોડવો જોઇએ, સ્વતંત્રતા માટેબંધનને તોડવું જોઇએ.

મનુષ્યની સ્વતંત્રતાનો વિરોધી એ જ એનો ખરો શરૂ છ.ે

મૃત્યુમાં ભય નથી; પણ ભયમાં જ મૃત્યુ છે. સત્યની જીવન્ત ખોજ વિશ્વાસથી નથી થતી, પણ સંદેહ કરવાથી થાય છે.

અસારને સાર માટે છોડવો, એ ત્યાગ નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:39 am IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST

  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST