Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

યુ.એસ.માં ઇલિનોઇસના ૮મા ડીસ્‍ટ્રીકટમાંથી સેનેટમાં ઉમેદવારી નોંધાવતા શ્રી રામ વિલ્લીવલમઃ ટેકસ ઓછા કરાવવા, કોમ્‍યુનીટી સલામતિ,શિક્ષણ, તથા મિનીમમ વેજ સહિતના મુદે નવી પેઢીની જરૂર હોવાનું મંતવ્‍ય

શિકાગોઃ યુ.એસ.માં ઇલિનોઇસના ૮મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી રામ વિલ્લીવલમએ સ્‍ટેટ સેનેટમાં ઉમેદવારી નોંધાવી છે.

શિકાગોમાં જન્‍મેલા તથા સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી રામ ટેકસ ઓછા કરવા, કોમ્‍યુનીટીની સલામતિ, શિક્ષણ, તથા મિનીમમ વેજ મુદે ચૂંટણી લડવા માંગે છે.

તેઓ ઇન્‍ડો અમેરિકન ડેમોક્રેટીક ઓર્ગેનાઇઝેશન બોર્ડ તથા ગન વાયોલન્‍સ પ્રિવેન્‍શન એકટ બોર્ડના મેમ્‍બર છે. તથા રાજકારણમાં નવી જનરેશનની જરૂર છે તેવા મંતવ્‍ય સાથે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે

જો તેઓ ચૂંટાઇ આવશે તો ઇલિનોઇસ જનરલ એસેમ્‍બલીના સૌપ્રથમ ઇન્‍ડિયન અમરિકન તથા સાઉથ અમેરિકન મેમ્‍બર બનશે.

પ્રાઇમરી ચૂંટણી ૨૦ માર્ચ ૨૦૧૮ના રોજ તથા આખરી ચૂંટણી ૬ નવેં.ના રોજ યોજાશે.

(11:00 pm IST)