Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પેટ્રોલ- ડિઝલનો સૌથી વધુ વપરાશ

નવી દિલ્હી, તા.૧૪ :  દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ વપરાશ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં નહીં પરંતુ, તે રાજ્યમાં છે જ્યાં લોકો પાસે પૈસા વધુ છે અને ઉદ્યોગ વધારે છે.

પેટ્રોલીયમ મંત્રાલયની સંસ્થા પેટ્રોલીયમ પ્લાનીંગ અને એનાલીસીસ સેલના આંકડા અનુસાર, નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન દેશભરમાં પેટ્રોલીયમ ઉત્પાદનોનો સૌથી વધુ વપરાશ મહારાષ્ટ્રમાં થયો છે. અનેે બીજા ક્રમે ઉપર ગુજરાત અને ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ આવે છે.

કેટલાક રાજ્ય એવા છે જ્યાં વસ્તી તો ઓછી છે પરંતુ પ્રતિ વ્યકિત આવક વધુ હોવાથી અને ઉદ્યોગ વધારે હોવાના કારણે ત્યાં પેટ્રોલ -ડીઝલનો વપરાશ વધુ થાય છે.

(4:50 pm IST)
  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST