Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વેલેન્ટાઇન ડે : ... દિલ લેને વાલો, દિલ દેના શીખોજી

પ્રેમ રસ વરસાવવાનો અને એમાં ભીંજાવાનો અવસર : વસંતના વૈભવ વચ્ચે છવાઇ આહલાદકતા

રાજકોટ તા. ૧૪ : આજે 'વેલેન્ટાઇન ડે'... પ્રેમ વરસાવવાનો અને તેમાં ભીંજાવાનો અવસર! વસંતના ખીલેલા વૈભવ વચ્ચે સંત વેલેન્ટાઇનની સ્મૃતિઓના સમન્વયથી આજે ચોમેર આહલાદકતાની અનુભુતિ પ્રસરતી જોવા મળશે.

પ્રેમ અભિવ્યકત કરવાનો આજે ખાસ દિવસ છે. પ્રેમી હૈયાઓને પ્રોત્સાહન પુરૂ પાડનાર સંત વેલેન્ટાઇનની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજે પ્રેમ અભિવ્યકત કરવા કરતા મોંઘી મોંઘી ભેટ સોગાદોની આપલે કરવાનું વળગળ વધી ગયેલું જોવા મળે છે. ગમતીલી વ્યકિતનું દિલ જીતવા ગીફટ આપવાનું પણ એક ચલણ ચાલ્યુ હોય આજે બજારોમાં ગીફટ કાર્ડ, શો પીસ જેવી વસ્તુઓનું ધુમ વેચાણ થશે.

 જો કે દિલની વાતમાં આવી વસ્તુઓ તુચ્છ માનવી રહે. દિલ જીતવા માટે દિલ આપવું પડે છે. એક ફિલ્મ ગીતની પંકિત 'દિલ દેકે દેખો દિલ દેકે દેખો દિલ દેકે દેખો જી, દિલ લેને વાલે દિલ દેના શીખોજી..' એ વાતની પુષ્ટિ કરી જાય છે.પ્રેમ તો એક પવિત્ર વસ્તુ છે. તેને કોઇ સીમાડા નડતા નથી. ન જાત ન પાત! કે ન ઉમર! ગમે તેને ગમે તેની સાથે પ્રેમ થઇ શકે છે. પણ હાં મર્યાદા અને સંસ્કૃતિ પુરતા સીમીત રહીને પ્રેમની પરાકાષ્ટા સર્જવામાં આવે તો જ સાચી સફળતા માનવી રહે. નહીતર બધુ છીછરાપણામાં ખપે છે.

અંધ સાથે કે અપંગ સાથે બધી રીતે સામાન્ય વ્યકિતએ લગ્ન જીવનને સફળ બજાવી જાણ્યા હોય  તેવા અનેક કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે. ટ

અમર પ્રેમની યાદીમાં આજે વેલેન્ટાઇન દિવસની ચોમેર દિલ ખોલીને ઉજવણી થઇ હતી.

(4:27 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST

  • જમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST