Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રાહુલ ગાંધીનું પોતાને 'જનોઈધારી હિન્દુ' કહેવુ એ ભાજપની જીતઃ યોગી

 ચુંટણી પ્રચાર માટે ત્રિપુરા પહોંચેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, 'જેના પૂર્વજ પોતાને ભુલથી બનેલા હિન્દુ કહેતા હતા, તે જ રાહુલ ગાંધી પોતાને જનોઈધારી હિન્દુ કહે છે, આ ભાજપની જીત છે' : ગુજરાત ચુંટણીમાં કોંગ્રેસ નેતા રણદિપ સુરજેવાલાએ જણાવ્યું કે, રાહુલ હિન્દુ જ નહીં, પરંતુ જનોઈધારી હિન્દુ છે

(4:05 pm IST)
  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST