Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

'ભાભીજી'એ પાછો ખેંચ્યો શારીરિક શોષણનો કેસ

'ભાભીજી ઘર પર હૈ'ના પ્રોડયૂસર્સ સામે કર્યો હતો કેસ

મુંબઇ તા. ૧૪ : 'બિગ બોસ ૧૧'ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે 'ભાભી જી ઘર પર હૈ'ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો.

 

જણાવી દઈએ કે, શિલ્પા સીરીયલ 'ભાભી જી ઘર પર હૈ'થી ખૂબ જ લોકપ્રિય બની હતી પરંતુ તેણે આ સીરિયલ અધવચ્ચે જ છોડી દીધી હતી. શોના પ્રોડ્યૂસરે તેના પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ શિલ્પાએ પ્રોડ્યૂસર વેનિફરના પતિ સંજય કોહલી પર સેકશુઅલ હેરાસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.

શિલ્પાએ કોહલી પર તેનો ફાયદો ઉઠાવવાનો અને ખોટી રીતે ટચ કરવાના પ્રયત્નોનો આરોપ લગાવ્યો હતો. પોતાના આરોપમાં તેણે એમ પણ કહ્યું હતું કે, જો તેણે આ અંગે કોઈને જણાવ્યું તો તે શિલ્પાને શોમાંથી કાઢી મૂકશે. શિલ્પાના શો છોડ્યા બાદ બેનિફર અને તેની વચ્ચે ઝઘડો ખૂબ વધી ગયો હતો. ટીવીના પ્રોડ્યૂસર એસોશિએને શિલ્પાનો બોયકોટ કરવાનો નિર્ણય પણ લીધો હતો.

આ વિવાદ બાદ શોના પ્રોગ્રામિંગ હેડ વિકાસ ગુપ્તા સાથે તેણે 'બિગ બોસ'માં ભાગ લીધો હતો. શોમાં બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ. જોકે, શો દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, જો બંનેને સાથે કામ કરવાની તક મળી તો તેઓ કરશે.(૨૧.૯)

(11:37 am IST)