Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સરકાર નાની બચતના ક્ષેત્રે ધરમૂળથી ફેરફાર કરી રોકાણકારો માટે એને આકર્ષક બનાવશે

PPF તાકીદના સમયે વહેલા ઉપાડની સુવિધા સંભવ બની શકે

નવી દિલ્હી, તા. ૧૪ : રોકાણકારો માટે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (PPF ) જેવી નાની બચત યોજનાઓ આકર્ષક બની રહે એ માટે સરકાર તાકીદના સમયે વહેલા ઉપાડની છૂટ આપીને એને વધુ ફલેકિસબલ બનાવશે. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર પહેલી ફેબ્રુઆરીએ બજેટમાં જાહેર કર્યા પ્રમાણે નાની બચત યોજનાઓને એક જ કાનૂન હેઠળ લાવવાની નવી દરખાસ્ત હેઠળ ઉકત સુધારો કરશે. સરકાર ગવર્નમેન્ટ સેવિંગ્સ  પ્રમોશન એકટની રચના કરશે અને પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ એકટ, ગવર્નમેન્ટ સેવિંગ્સ સર્ટિફીકેટ એકટ, ૧૯પ૯ અને ગવર્નમેન્ટ સેવિંગ્સ બેન્ક એક, ૧૮૭૩નો વીંટો વાળી દેશે.

 

અત્યારે વહેલા ઉપાડ પર પેનલ્ટી

PPF માં જમા કરાયેલી રકમને ૧પ વર્ષનો લોક-ઇન પિરિયડ લાગુ પડે છે. ર૦૧૬માં સરકારે તાકીદની સારવાર અને ઉચ્ચ શિક્ષણ માટે પાંચ વર્ષ બાદ વ્યાજની રકમમાંથી પેનલ્ટી તરીકે એક ટકો ચૂકવવાની શરતે સમયાંતરે મુદ્દત પહેલા ઉપાડની છૂટ આપી હતી. કેટલાક સંજોગોમાં સાતમા નાણાકીય વર્ષની અંશતઃ ઉપાડ શકય છે.

કેવા સુધારા થશે

જો આનો અમલ કરવામાં આવશે તો નવું માળખું આવી સ્કીમ્સને રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવશે એમ અહેવાલમાં જણાવાયું હતું. એક સુધારો એ પણ છે કે સરકારે નાની બચત યોજનાઓને વહેલી બંધ કરવાના ધોરણો જાહેર કરવા જોઇએ. સરકાર આ જોગવાઇ હેઠળ રોકાણકારોને તાકીદની સારવાર કે નાણાકીય મુશ્કેલીમાં ઉપાડની સુવિધા પૂરી પાડી શકશે. સુધારેલા કાયદામાં વાલીઓ બધી સ્કીમ્સમાં તેમના બાળકો વતી રકમ જમા કરી શકશે જે સુવિધા કેટલીક યોજનામાં જ અત્યારે ઉપલબ્ધ છે. માઇનર પણ તેમના વારસદારને નોમિનેટ કરી શકશે. સુચિત કાયદામાં નોમિનીના હકોની સ્પષ્ટ કરવામાં આવશે.

વ્યાજદરના ઘટાડા

પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ સૌથી વધુ લોકપ્રિય કરબચત વિકલ્પ છે, જોકે PPF ના વ્યાજદર ઘટતા રહ્યા છે. સરકારી બોન્ડ્સ સાથે આ દર સંકળાયેલા છે અને એના રેટ ઘટતા રહ્યા છે. ત્રિમાસિક ધોરણે વ્યાજદરની સમીક્ષા કરવામાં આવે છે. હજી પણ એ દર બેન્કો ફિકસ્ડ ડિપોઝીટસ પર ઓફર કરે છે એનાથી ઉંચા છે.  PPF  પરનો બધો લાભ વેરામુકત છે.  PPF  ખાતરીબંધ વળતર પુરૃં પાડે છે, પરંતુ વ્યાજદર ગવર્નમેન્ટ સિકયોરીટીઝ પરના યીલ્ડને સુસંગત હોય અને એનાથી થોડા વધુ હોય છે. છેલ્લે ર૦૧૮ની ૩૧ માર્ચે પુરા થનારા ત્રિમાસિક ગાળા માટે ૭.૬ ટકાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જે વ્યકિત ૩૦.૯ ટકાના ટેકસના સ્લેબમાં આવી હોય તે PPF માં રોકાણ કરીને અસરકારક દર ૧૦.૮૬ ટકા પર લાવી શકે છે.

(11:33 am IST)
  • આધારકાર્ડની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી access_time 4:11 pm IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી access_time 9:28 am IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST