Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભારત જો માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો અમે પગલાં ભરશું ;ચીનની ખુલી ધમકી

માલદીવનું સંકટ તેની આંતરિક બાબત : ચીન કોઈ પણ પ્રકારના બહારના હસ્તક્ષેપનો સખત વિરોધ કરશે:ચીનનો સ્પષ્ટ ઈશારો સૈન્ય કાર્યવાહી તરફ ?

 

ભારત જો માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો અમે પગલાં ભરશું તેવી ચીને ખુલી ધમકી આપી છે  માલદીવનું સંકટ તેની આંતરિક બાબત છે અને ચીન કોઈ પણ પ્રકારના બહારના હસ્તક્ષેપનો સખત વિરોધ કરશે માલદીવમાં ચાલી રહેલા રાજનૈતિક સંકટ મુદ્દે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાની સલાહ આપી ચુકેલા ચીને હવે ચીને ભારતને સીધી ધમકી આપી છે. ચીને કહ્યું છે કે જો ભારત માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો તેને રોકવા ચીન પણ જરૂરી પગલા ભરશે. ચીનનો સ્પષ્ટ ઈશારો સૈન્ય કાર્યવાહી તરફ છે.

    ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં 'માલેમાં બિનઅધિકૃત સૈન્ય હસ્તક્ષેપ અટકાવવો જોઈએ'ના શીર્ષક હેઠળ લખવામાં આવેલ લેખમાં કહેવાયુ છે માલેમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા ભારતે સંયમ રાખવો જોઈએ. માલદીવ હાલમાં સંકટ સામે ઝઝુમી રહ્યું છે અને તેની આંતરીક બાબત છે તેમાં ચીન કોઈ પણ પ્રકારના બહારના હસ્તક્ષેપનો સખત વિરોધ કરે છે. જો ભારત અહીં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો તેને રોકવા માટે ચીન પણ જરૂરી પગલા ભરશે.

   ચીનના સરકારી નિયંત્રણ હેઠળના ગ્લોબલ ટાઈમ્સમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક ભારતીય માલદીવમાં હસ્તક્ષેપનું સમર્થન કરી રહ્યાં છે, પરંતુ આંતરરાષ્ટ્રિય સંબંધોના માપદંડોના હિસાબે યોગ્ય બાબત નથી, જે અંતર્ગત તમામ દેશો એક બીજાની સંપ્રભુતા સ્વતંત્રતા,ક્ષેત્રીય અખંડતા અને હસ્તક્ષેપ કરવાના સિદ્ધાંતનું સન્માન કરે છે જો માલદીવમાં સ્થિતિ વધારે કથળે તો તેનો કુલેક આંતરરાષ્ટ્રિય મિકેનિઝમ દ્વારા લાવવો જોઈએ. એક તરફી સૈન્ય હસ્તક્ષેપ પહેલાથી વૈશ્ચિક વ્યવસ્થાને ખરાબ કરી ચુક્યું છે.

   ચીનના સમાચારપત્રે નવેમ્બર, 1988માં માલદીવમાં થયેલા વિદ્રોહને પણ ટાંક્યો હતો.અને ઉમેરવામાં આવ્યું હતું કે, 1988માં સરકાર વિરોધી કેટલાક લોકોએ શ્રીલંકાથી આવેલા હથિયારબંધ ભાડાના સૈનિકોની મદદથી સરકારનો તખ્તો પલટવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે માલદીવના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ ગયૂમની ભલામણ પર 1600 સૈનિકોનું દળ મોકલ્યું હતું અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. કેટલાક લોકો કહે છે કે ભારતે માલદીવની સરકારને બચાવી, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે ઓપરેશન દ્વારા ભારતે પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કર્યો હતો.

   ભારતની આકરી ટીકા કરતા લેખમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા માટેની માલદીવની ભારત પરની નિર્ભરતાએ ભારતને અભિમાની બનાવી દીધું છે અને ભારત માલદીવનો પોતાના પ્રભાવ હેઠળ લાવવા માંગે છે. હંમેશા માલદીવની રાજનીતિમાં પોતાનો દબદબો બનાવી રાખવા માંગતા નવી દિલ્હીથી માલે હવે તંગ આવી ગયું છે. ભારત પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે, માલદીવનો ઝુકાવ હવે ચીન, અમેરિકા, સાઉદી અરબ અને પાકિસ્તાન તરફ છે એટલે ભારત ચિડાયું છે. કારણ છે કે ભારત અહીં સૈન્ય હસ્તક્ષેપનું બહાનું શોધી રહ્યું છે.

   અંતમાં લેખમાં કહેવામાં આવ્યું છે કે, ચીન માલદીવની આંતરીક બાબતોમાં હસ્તક્ષેપ નથી કરતું, પરંતુ જો ભારત સિદ્ધાંત વિરૂદ્ધ જશે તો ચીન ચુપ નહીં બેશે. ગ્લોબલ ટાઈમ્સ ભારતને જાણે સીધી ધમકી આપતું હોય તેમ કહ્યું હતું કે, સૈન્ય હસ્તક્ષેપ કરી ચીનની શક્તિને ભારત ઓછી ન આંકે.

(9:07 am IST)