Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

નેત્રંગના ચાસવડ ગામ પાસે કર્ણાટકથી વડોદરા જતા કેબલના ડ્રમ ભરેલા ટ્રકનો અકસ્માત સર્જાયો

ડ્રાયવરને તરસ લાગતા ચાલુ ટ્રકએ બોટલમાંથી પાણી પીવા જતા ટ્રકનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ પાસે કર્ણનાટક થી વડોદરા જતા કેબલના ડ્રમ ભરેલા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ કર્ણનાટક થી વડોદરા કેબલના ડ્રમ ભરેલો ટ્રક નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ પાસે આવતા ડ્રાયવરને તરસ લાગતા ચાલુ ટ્રકએ બોટલમાંથી પાણી પીવા જતા ટ્રકનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ સાઈડ પર ઊતરી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રક ડ્રાઈવર અજિતસિંગને ઇજા થતાં 108 ની મદદથી નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતો .

(11:08 pm IST)