-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
હવે બ્રિટનમાં ઓમીક્રોનનો વધુ જીવલેણ BA.2 સ્ટ્રેઈન દેખાયો
BA.2 સ્ટ્રેઈન એ ઓમિક્રોનનું સૌથી ઝડપથી ફેલાતું પ્રકાર: યુકેમાં BA.2 સ્ટ્રેઈનના 53 કેસ નોંધાયા

મુંબઈ :કોરોનાનું નવું વેરિયન્ટ ઓમીક્રોન સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. ઓમિક્રોનના ત્રણ પેટા વેરિયન્ટ પણ છે. BA.1, BA.2 અને BA.3 અત્યાર સુધી BA.1 સ્ટ્રેઈન બ્રિટનમાં પાયમાલી મચાવી રહી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે BA.2 સ્ટ્રેઈન બ્રિટનમાં પણ આવી ગઈ છે. BA.2 સ્ટ્રેઈન એ ઓમિક્રોનનું સૌથી ઝડપથી ફેલાતું પ્રકાર છે. બ્રિટિશ અખબાર ડેઈલી એક્સપ્રેસ અનુસાર, તાજેતરમાં યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ યુકેમાં ઓમિક્રોનના 53 સિક્વન્સની ઓળખ કરી છે. UKHSA અનુસાર, UKમાં ઓમીક્રોનના BA.2 સ્ટ્રેઈનના 53 કેસ નોંધાયા છે.
જોકે, આરોગ્ય એજન્સીએ કહ્યું છે કે સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણો ઓછા ગંભીર છે. UKHSA એ કહ્યું કે “અમને વિશ્વાસ છે કે પુખ્ત વયના લોકોમાં ઓમિક્રોનની ગંભીરતા ઓછી છે. UKHSA ચેતવણી આપે છે કે BA.2 સ્ટ્રેઇનમાં 53 સિક્વન્સ છે, જે અત્યંત ચેપી છે. તેમાં કોઈ ચોક્કસ મ્યુટેશન નથી, જેના કારણે તેને ડેલ્ટા વેરિયન્ટથી સરળતાથી ઓળખી શકાય છે. આના થોડા દિવસો પહેલા ઈઝરાયેલમાં ઓમિક્રોનનો આ સ્ટ્રેન જોવા મળ્યો હતો. તે જ સમયે, ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયેલના જણાવ્યા અનુસાર, દેશમાં આવા 20 કેસની ઓળખ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, હજુ સુધી એ સાબિત થયું નથી કે BA.2 સ્ટ્રેન Omicron કરતાં વધુ ખતરનાક છે કે કેમ. જોકે, બ્રિટનમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટ્રેઇન વધુ ચેપી અને વધુ ઘાતક છે.
રિપોર્ટ અનુસાર, BA.2 સ્ટ્રેઈન અત્યાર સુધીમાં ઘણા દેશોમાં પહોંચી ચૂક્યો છે. ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ભારત અને સિંગાપોરમાં તેના વેરિયન્ટ્સ પહેલાથી જ મળી ચુક્યા છે